પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી નથી રહ્યા:84 વર્ષની ઉંમરે નિધન; 21 દિવસ પહેલાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, બ્રેન સર્જરી પણ થઈ હતી

  • પ્રવણ મુખરજી ખરાબ તબિયતના કારણે ઘણાં દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા
  • દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
  • પ્રણવ મુખરજીને 2019માં દેશના સૌથી મોટા સન્માન ભારત રત્નથી નવાઝવામાં આવ્યા હતા.
સોમવારે સાંજે 84 વર્ષની ઉંમરે પ્રણવ મુખરજીએ દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ઘણાં દિવસોથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતાં. થોડા દિવસ પહેલાં પ્રણવ મુખરજી કોરોના પોઝિટિવ પણ આવ્યા હતા. તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. પ્રણવ મુખરજીના દીકરા અભિજીત મુખરજીએ ટ્વિટ કરીને પ્રણવ મુખરજીના નિધનની માહિતી આપી હતી.



Comments