છેલ્લા એક વર્ષથી ગુમ થયેલ બે સગી બહેનોને શોધી તેમના માતાપિતાને સોંપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ


હાલે રાજય લેવલે મીસીંગ અંગેની ડ્રાઇવનું આયોજન 

કરવામાં આવેલ હોય બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ , ગાંધીધામ શ્રી મયુર પાટીલ સાહેબનાઓ તરફથી ગુમ / અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા માટે સુચના કરવામાં આવેલ હતી જે અન્વયે એલ.સી.બી. ની ટીમ જિલ્લાનાં ગુમઅપહરણ બાળકોને શોધવા પ્રયત્નશીલ હતી તે દરમ્યાન ગાંધીધામ એ ડીવી . પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતનગર ખાતે રહેતી બે સગી બહેનો એક જ દિવસે ગુમ થયેલ જે અંગે ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા . ૧૬/૦૭/૨૦૧૮ ના રોજ ગુમ નોંધ કરાવવામાં આવેલ હતી . ગુમ થનાનાં પિતાએ બંને બહેનોને સામાન્ય ઠપકો આપતા જતી રહેલ હતી . માતા પિતાને સંતાનમાં આ બે દિકરીઓ જ હોય અને તે ગુમ થતા ઘરમાં અન્ય કોઇ ન હોય માતા પિતા ખુબ જ આઘાતમાં રહેતા હતા . જે બંને બહેનોને હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સથી રાજકોટ હોવાની માહિતી આધારે એલ.સી.બી.ની ટીમ દ્વારા રાજકોટ ખાતેથી શોધી કાઢવામાં આવેલ અને તેના માતાપિતા સાથે સુખદ મિલન કરાવી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે .

શોધી કાઢવામાં આવેલ બહેનોનાં નામ ( ૧ ) સંતોષી ભાસ્કરરાવ ગુટ્ટી ઉ.વ .૨૧ તથા તેની નાની સગીરવયની બહેન રહે . બંને વોર્ડ ૧૧ / એ , ૭૮ / બી , શક્તિ વિજય સોસાયટી ભારતનગર ગાંધીધામ આ કામગીરીમા એમ.એસ.રાણા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો .


Comments