રાજ્યમાં રેડ અલર્ટ:રાજ્યના 251 તાલુકામાં વરસાદ, દક્ષિણ-સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં બારે મેઘ ખાંગા, મહેસાણાના કડીમાં 11.4 ઇંચ, સુરતના ઉમરપાડામાં 8.5 ઇંચ

  • બહુચરાજીમાં 8.8 ઇંચ, પાટણના સરસ્વતીમાં 8.1 ઇંચ વરસાદ
  • 22 જિલ્લામાં 4 ઇંચથી 11 ઇંચ, 73 જિલ્લામાં 2થી 4 ઇંચ સુધીનો વરસાદ
  • 68 જિલ્લામાં 1થી 2 ઇંચ સુધી વરસાદ, 88 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો
  • હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ રાજ્ય251 તાલુકામાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા છે. ઉત્તર ગુજરાતના તમામ 51 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 22 તાલુકામાં 4થી 11 ઇંચ સુધી, 73 તાલુકામાં 2થી 4 ઇંચ સુધી, 68 તાલુકામાં 1થી 2 ઇંચ સુધી અને 88 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ મહેસાણાના કડીમાં 11.4 ઇંચ, બહુચરાજીમાં 8.8 ઇંચ, સુરતના ઉમરપાડામાં 8.5 ઇંચ અને પાટણના સરસ્વતીમાં 8.1 ઇંચ વરસાદ ખાબક્યો છે.
સાબરમતીના નિચાણવાળા વિસ્તારોમાં આગોતરું આયોજન કરવા સૂચન
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઇ ડેમની સપાટી 185.26 મીટર પહોંચી છે. જે વોર્નિંગ લેવલ 187.06 મીટરથી માજ્ઞ 1.8 મીટર દૂર છે. જેથી જો ધરોઇ ડેમના દરવાજા ખોલવાની સ્થિતિએ 63567 ક્યુસેક કે તેનાથી વધુ પાણી છોડવામાં આવી શકે છે. જેથી અમદાવાદ જિલ્લાના સાબરમતી નદીના કિનારાવાળા વિસ્તારોમાં અસર થઇ શકે હોય આગોતરા આયોજન કરવા અધિક કલેક્ટર દ્વારા તાલુકા કક્ષાના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. અમદાવાદમાં જમાલપુર, એલિસબ્રિજ, પાલડી, વાડજ, ગ્યાસપુરમાં તેની અસર થઇ શકે. તેવી જ રીતે ઉત્તર ગુજરાતમાં પણ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.


સાંજના 6 વાગ્યા સુધીમાં 4 ઇંચથી 11 ઇંચ સુધીનો વરસાદ ધરાવતા તાલુકા

જિલ્લોતાલુકોવરસાદ ઇંચમાં
મહેસાણાકડી11.4
મહેસાણાબહુચરાજી8.8
સુરતઉમરપાડા8.5
પાટણસરસ્વતી8.1
મહેસાણાજોટાણા7.3
મહેસાણામહેસાણા6.5
પાટણરાધનપુર6.3
પાટણહારિજ6
ગીર-સોમનાથગીર ગઢડા5.7
પાટણપાટણ5.5
સાબરકાંઠાવિજયનગર5.5
પાટણસિદ્ધપુર5.4
જૂનાગઢવિસાવદર5.1
મહેસાણાઉંઝા5
ગાંધીનગરમાણસા4.7
અમદાવાદવિરમગામ4.5
બનાસકાંઠાભાભર4.4
બનાસકાંઠાવડગામ4.2
મહેસાણાવિજાપુર4.1
મોરબીમોરબી4
અરવલ્લીમેઘરજ4
સુરેન્દ્રનગરધ્રાંગધ્રા4

Comments