શિક્ષાના વ્યાપારીકરણ ને પ્રોત્સાહન પૂરું પાડતા ગુજરાત શિક્ષણ વિભાગ ના અદૂરદર્શી નિર્ણય રાજ્ય શિક્ષા વ્યવસ્થા માટે ધીમા ઝેર સમાન:ABVP


                 વિષય:- શિક્ષાના વ્યાપારીકરણ ને પ્રોત્સાહન પૂરું પાડતા ગુજરાત શિક્ષણ વિભાગ ના અદૂરદર્શી નિર્ણય રાજ્ય શિક્ષા વ્યવસ્થા માટે ધીમા ઝેર સમાન.
               જય ભારત સાથે જણાવવાનું કે અ.ભા.વી.પ. કચ્છની પ્રેસ કોન્ફરંસ આજ રોજ આદિપુર ખાતે યોજાણી હતી જેમા  સરકારના સેન્ટર ઓફ એક્ષલેશનાં પરીપત્ર પર અખિલ ભારતીય વિદ્યાર્થી  પરિષદ  દ્વારા પ્રેસ કોન્ફરંસ કરી  રજૂઆત કરવામાં આવી, જેમા નીજીકરણને પ્રોત્સાહન આપવા મા આવ્યુ છે. પૂર્વ કચ્છ જીલ્લા સંયોજક રવિ ગઢવી દ્રારા જણાવમા આવ્યુ કે સેલ્ફ ફાઈનાંસ સંસ્થા માટે છુંટ શા માટે?  ગ્રાન્ટેડ ની સીટો વધારવામાં નથી આવતી અને સેલ્ફમાં સીટો વધારવા ઉપરાંત નવી કોલેજની પરમીસન મળે છે. સેન્ટર ઓફ એક્ષલેશનાં પરીપત્રમાં ફક્ત પ્રાઈવેટ સંસ્થાઓને પ્રત્યક્ષ રૂપથી લાભ પહોંચાડવાનો ઉદ્દેશ જાહેર થાય છે એક બાજુ પ્રાઇવેટ સંસ્થાઓ આ સેન્ટર ઓફ એકસેલન્સ ના માધ્યમથી ફી અને પ્રવેશ પ્રક્રિયામાં ખુલ્લી કમિશન ખોરી નો ધંધો ચલાવશે તો બીજી બાજુ રાજ્યની પ્રતિષ્ઠિત સરકારી સંસ્થાઓ ને આ સેન્ટર ઓફ એકસેલન્સ ની અરજી થી દુર રાખવા થી એમની છબી બગાડવાનું તથા સરકાર નો પોતાની સરકારી સંસ્થાઓ પર ઓછો ભરોસો જાહેર થાય છે. ભૂતકાળમાં કરેલા નિર્ણય સ્ટડી ઇન ગુજરાત, 50% મેનેજમેન્ટ કોટા, એન્જીનીયરીંગ કોલેજો માં સીટો નો ઘટાડો રાજ્યમાં શિક્ષણ ને ગીરવે મુકવા જેવા નિર્ણયો થયા છે, આ નિર્ણય સરકાર ના નહિ પરંતુ શિક્ષણ વિભાગના છે. સરકાર અને શિક્ષણ વિભાગ ની વચ્ચે સમઝણ નો અભાવ છે જેને વધારવાનો કાર્ય દલાલ અધિકારીઓ, કર્મચારીઓ અને ખાનગી સંચાલકો કરી રહ્યા છે. અહીં “ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશી ને આંટો” આ કહેવત અહીં સિદ્ધ થાય છે.
            અગાઉ આ વિષયને લઈને રાજ્યની તમામ યુનિવર્સીટી ના કુલપતિ શ્રીઓ ને અભાવિપ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે તેઓ  દ્વારા પણ સરકાર શ્રી ને રજૂઆત કરવામાં આવે કે સેન્ટર ઓફ એક્સલેંસ માં સરકારી યુનિવર્સીટીઓનો પણ સમાવેશ કરવામાં આવે. સેન્ટર ઓફ એક્સેલેન્સ નો નિર્ણય જોતા એવું લાગે છે કે સરકારના ધ્યાન બાર શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ને લઈને જયારે અભાવિપે વિવિધ યુનિવર્સિટી ના કુલપતિઓને રજૂઆત કરી ત્યારબાદ તેમને પણ સરકારશ્રી ને લેખિત માં રજૂઆત કરી છે કે આ નિર્ણય માં સરકારી યુનિવર્સિટીઓ ને પણ સ્થાન આપવામાં આવે. અબીવીપી  ની માંગ છે કે આ નિર્ણય ને સરકાર દ્વારા તુરંત પાછો લેવામાં આવે અને નવો નિર્ણય બહાર પાડવામાં આવે જેમાં સરકારી યુનિવર્સિટીઓનો પણ સમાવેશ થાએ બી વી પી  દ્વારા નીચે પ્રમાણે ના મુદ્દાઓ ની રજૂઆત રાજ્યની તમામ યુનિવર્સીટી ના કુલપતિ શ્રીઓ ને કરવામાં આવી છે.
    1.પરિપત્ર માં ફક્ત પ્રાઈવેટ યુનિવર્સીટી નો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્યની બીજી સરકારી યુનિવર્સીટીનો આમાં ઉલ્લેખ નથી. 2.આ નોટીફીકેશન માં સેન્ટર ઓફ એકસલેન્સ ના માધ્યમથી જે ગુજરાત એક્ટ 2/2008 ના કાયદા માંથી સંપૂર્ણ અથવા આંશિક રાહત આપવામાં આવશે તે પ્રમાણે ઉલ્લેખ છે, જે યોગ્ય નથી. 3.શું સરકારી યુનિવર્સીટી આ સેન્ટર ઓફ એક્સલેંસ માટે પાત્રતા નથી ધરાવતી ? 4.રાજ્યમાં આવેલી બીજી નોન ટેકનીકલ સંસ્થાઓ અને યુનિવર્સીટીઓ ને આ જાહેરનામું લાગુ પડતું નથી જે રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં વિસંગતતા દર્શાવે છે. 5.આ જાહેરનામાં મુજબ અરજકર્તાઓએ જે ફી ભરવાની હોય છે જે શા માટેની હોય છે તે જાહેરનામાં માં જણાવેલ નથી અને સરકારી સંસ્થાઓ આ ફી ભરી શકે કે નહિ તેની પણ કોઈ માહિતી આપેલ નથી.  6.સેન્ટર ઓફ એક્સલેન્સ શૈક્ષણિક સંસ્થાઓની સદ્ધરતા અને ક્ષમતા વધારવા આપવામાં આવતી હોય છે નહિ કે કોઈ કાયદા માંથી રાહત આપવા માટે.

Comments