ભારતમાં ટેક્સ સિસ્ટમના નવા અધ્યાયની શરૂઆત, PM મોદીએ ટ્રાન્સપરન્ટ ટેક્સેશન ઓનરિંગ ધ ઓનેસ્ટ પ્લેટફોર્મ શરૂ કર્યું
- પ્રધાનમંત્રીએ કહ્યું-ચાર્ટરનો હેતુ ટેક્સપેયર્સની મુશ્કેલી ઓછી કરવાનો છે, અધિકારીઓની જવાબદારી નક્કી કરવાનો છે
- પાયલટ પ્રોજેક્ટ પર ચાલી રહેલા ફેસલેસ અસેસમેન્ટને 25 સપ્ટેમ્બરમાં દેશભરમાં લાગુ કરવાની જાહેરાત
નવી દિલ્હી. વડાપ્રધાન મોદી આજે દેશના પ્રામાણિક કરદાતાઓ માટે નવું પ્લેટફોર્મ ‘ટ્રાન્સપરન્ટ ટેક્સેશન ઓનરિંગ ધ ઓનેસ્ટ’ લોન્ચ કર્યુ છે. આ અવસરે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સ સિસ્ટમની શરૂઆત છે, જેમાં ફેસલેસ અસેસમેન્ટ-અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે. ફેસલેસ અસેસમેન્ટ અને ટેક્સપેયર ચાર્ટર આજથી જ લાગૂ થઈ ગયા છે. ફેસલેસ અપીલ 25 સપ્ટેમ્બર એટલે કે દીનદયાળ ઉપાધ્યાન જન્મદિવસથી દેશભરમાં લાગૂ થઈ જશે.
નાણામંત્રી નિર્મલા સીતારામણે ગત બજેટમાં ટેક્સપેયર્સ ચાર્ટર લાવવાની જાહેરાત કરી હતી. ગત સપ્તાહે પણ તેમણે આ ચાર્ટરને ઝડપથી લાગુ કરવાના સંકેત આપ્યા હતા. મંત્રાલયે જણાવ્યું કે, આવકવેરા વિભાગના કામકાજમાં પારદર્શિતા લાવવા માટે CBDTએ ઘણા પગલા લીધા છે.
ઈમાનદાર ટેક્સપેયરની રાષ્ટ્રનિર્માણમાં મહત્વની ભૂમિકા
મોદીએ જણાવ્યું કે, આ મહત્વપૂર્ણ ભેટ માટે ટેક્સ પેયર્સને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું અને ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારી, કર્મચારીઓને શુભકામના પાઠવું છું. છેલ્લા 6 વર્ષમાં અમારુ ફોકસ બેકિંગ ધ અનબેંક, સિક્યોરિંગ ધ અનસિક્યોર અને ફંડિગ ધ અનફન્ડેડ પર રહ્યું છે. આજ એક નવી યાત્રા શરૂ થઈ રહી છે. ઓનરિંગ ધ ઓનેસ્ટ, ઈમાનદારનું સન્માન, દેશના ઈમાનદાર ટેક્સપેયર રાષ્ટ્ર નિર્માણમાં મોટી ભૂમિકા ભજવે છે. તે આગળ વધે છે તો દેશ પણ આગળ વધે છે.પોલિસીને પીપલ્સ સેન્ટ્રિક બનાવવા પર ભાર
આજથી શરૂ થઈ રહેલી નવી સુવિધાઓ દેશવાસીઓના જીવનમાં સરકારની દખલગીરીને ઓછી કરવાની દિશામાં એક મોટું પગલું છે. આજે દરેક નિયમ કાયદાને, દરેક પોલિસીને પ્રોસેસ અને પાવર સેન્ટ્રિક એપ્રોચથી બહાર કાઢીને તેને પીપલ્સ સેન્ટ્રિક અને પબ્લિક ફ્રેન્ડલી બનાવવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. જેના સુખદ પરિણામ પણ દેશને મળી રહ્યા છે. આજે દરેકને એ અહેસાસ થયો છે કે શોર્ટ કટ યોગ્ય નથી.ટેક્સપેયર્સ ચાર્ટર શું છે?
ચાર્ટર્ડ એકાઉન્ટ કીર્તિ જોશીના જણાવ્યા પ્રમાણે, ટેક્સપેયર્સ ચાર્ટરનો હેતું કરદાતાઓ અને ઇન્કમ ટેક્સ વિભાગ વચ્ચે વિશ્વાસ વધારવો, ટેક્સ પેયર્સની મુશ્કેલી ઘટાડવી અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવાનું છે. હાલ દુનિયાના માત્ર ત્રણ દેશ- અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં જ આ લાગૂ છે. આ ત્રણ દેશના ટેક્સ પેયર્સ ચાર્ટરમાં 3 મુખ્ય વાતો સામેલ છે.1. કરદાતાને ઈમાનદાર ગણવા
જ્યા સુધી એ સાબિત ન થઈ જાય કે કરદાતાએ ટેક્સ ચોરી અથવા ગરબડ કરી છે, ત્યાં સુધી તેને ઈમાનદાર કરદાતા ગણીને તેને સન્માન આપવું જોઈએ.2. સમય પર સેવા
કરદાતાઓની સમસ્યાનું ઝડપથી નિવારણ કરવું. જો કોઈ સમસ્યાનું તાત્કાલિક સમાધાન શક્ય ન હોય તો નક્કી ટાઈમ લાઈનમાં ઉકેલ લાવવાની વ્યવસ્થા કરવી.3. આદેશ પહેલા ચકાસણી
કરદાતાઓ વિરુદ્ધ આદેશ જાહેર કરતા પહેલા તેમને ચકાસણી કરવાની તક આપવી, જેનાથી ખોટ હુકમ પસાર ન થાય.દેશભરમાં ફેસલેસ અસેસમેન્ટ લાગૂ કરવાની જાહેરાત પણ શક્ય
ધ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ સીએ અતુલ કુમાર ગુપ્તાએ જણાવ્યું કે, ICIએ નાણામંત્રાલયને ફેસલેસ અસેસમેન્ટ અંગે સમય સમયે સૂચનો આપ્યા છે. હાલ 18 શહેરમાં આ પાયલટ પ્રોજેક્ટ તરીકે લાગૂ છે. ઇન્કમ ટેક્સ અધિકારી સ્તર સુધીના અસેસમેન્ટ ફેસલેસ હોય છે.બદલાવના 4 મુખ્ય કારણ
મોદીએ જણાવ્યું કે, બદલાવ કેમ થઇ રહ્યો છે તેને ટૂંકમાં કહું તો તેના ચાર કારણો છે.
પહેલું- પોલિસી ડ્રીવન ગવર્નન્સ. આમ કરવાથી ગ્રે એરિયા એટલે કે ખોટું થવાની સંભાવના ઓછી થઇ જાય છે.
બીજું- સામાન્ય લોકોની ઈમાનદારી ઉપર વિશ્વાસ કરવો.
ત્રીજું- સરકારી સિસ્ટમમાં માણસોની દખલગીરી ઘટાડી અને તેને ટેકનોલોજી આધારિત બનાવવી.
ચોથું- સરકારી મશિનરીમાં એફીસીયન્સી, ઇન્ટિગ્રીટી, સેન્સિટિવિટીના ગુણોને રીવોર્ડ કરવામાં આવી રહ્યા છે.1500થી વધુ કાયદા ખતમ
એક સમય હતો જ્યારે રિફોર્મની વાતો થતી હતી, દબાણમાં લેવાયેલા નિર્ણયને પણ રિફોર્મ કહેવાતા હતા. હવે આ વિચાર અને એપ્રોચ બદલાઈ ગયા છે. આપણા માટે રિફોર્મનો અર્થ એ છે કે તે નીતિ આધારિત હોય, ટુકડામાં ન હોય અને એક રિફોર્મ બીજા રિફોર્મનો આધાર બને. એવું પણ નથી કે એકવાર રિફોર્મ કરીને અટકી ગયા. ઈઝ ઓફ ડુઈંગમાં ઘણા વર્ષ પહેલા 134માં નંબરે હતા, હવે 63માં નંબરે આવી ગયા છીએ. તેની પાછળનું કારણ રિફોર્મ્સ છે.વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો
ભારતની પ્રતિબદ્ધતાને જોઈને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. કોરોના કાળમાં પણ ભારતમાં રેકોર્ડ FDI આવવું તેનું ઉદાહરણ છે. ભારતની ટેક્સ સિસ્ટમમાં ફંડામેન્ટલ રિફોર્મની જરૂરિયાત એટલા માટે હતી, કારણ કે તે ગુલામીના સમયમાં બન્યું અને ધીમે ધીમે વિકસિત થયું. આઝાદી પછી નાના નાના ફેરફારો થયા પણ સ્ટ્રક્ચર એ જ રહ્યું.અમુક લોકોના કારણે ઘણાએ ભોગવવું પડ્યું
અમુક લોકોની ઓળખ માટે ઘણા લોકોને બિનજરૂરી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ટેક્સપેયરની સંખ્યામાં વધારો થવો જોઈતો હતો, પણ આ વ્યવસ્થાએ પ્રામાણિકતાથી વેપાર કરનાર, યુવા શક્તિની આકાંક્ષાઓને કચેડવાનું કામ કર્યું છે. જ્યાં જટિલતા હોય છે ત્યાં કામ્પ્લાયંસ નથી હોતું.રિટર્નથી લઈને રિફંડની વ્યવસ્થા સરળ બનાવી
ડઝનેક ટેક્સની જગ્યાએ હવે GST આવી ગયો છે. રિટર્નથી લઈને રિફંડ સુધીની વ્યવસ્થાઓ સરળ બનાવવામાં આવી છે. અગાઉ 10 લાખ ઉપરના વિવાદમાં સરકાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પહોચી જતી હતી. હવે હાઈકોર્ટમાં 1 કરોડ અને સુપ્રીમ કોર્ટમાં 2 કરોડ સુધીની કેસોની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ટૂંકા સમયમાં આશરે 3 લાખ કેસનું નિરાકરણ આવી ગયું છે. 5 લાખની આવક પર હવે ટેક્સ શૂન્ય છે. બાકીના સ્લેબ પર પણ કામ કરવામાં આવ્યું છે. કોર્પોરેટ ટેક્સની દ્રષ્ટિએ તે વિશ્વના સૌથી ઓછા ટેક્સ લેનારા દેશોમાંનો એક ભારત છે.ટેક્સ ભરનારા વધ્યા, પરંતુ 130 કરોડની વસ્તી સામે ઘણી ઓછી સંખ્યા
2012-13માં જેટલા રિટર્ન ફાઇલ થતા તેમાંથી 0.94%ની સ્ક્રુટિની થતી હતી. 2018-19માં, તે 0.26% પર આવી ગઈ છે, એટલે કે ચાર ગણો ઘટાડો થયો છે. પાછલા વર્ષોમાં રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં લગભગ 2.5 કરોડનો વધારો થયો છે. પરંતુ એ વાતને નકારી ન શકાય કે 130 કરોડ લોકોના દેશમાં આ સંખ્યા ખૂબ જ ઓછી છે. માત્ર 1.5 કરોડ લોકો જ ઇન્કમ ટેક્સ જમા કરે છે. મારો આગ્રહ છે કે, આપણે બધાએ આ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે. આત્મનિર્ભર ભારત માટે આ જરૂરી છે.
Comments
Post a Comment