જય શ્રી રામ /ભચાઉ શહેર માં રામ મંદિર ના ભુમિ પુજન ની ઉજવણી પ્રસંગે વિ.એચ.પી.બજરંગ દળ આર.એસ.એસ.દ્વારા દિપોત્સવ કરી રંગે ઉજવણી કરાઇ



ભગવાન શ્રી રામનું જ્યાં પ્રાગટ્ય થયું છે એવી અયોધ્યાજીની પવિત્ર ધરતી ઉપર ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ થવાનું છે તેનું ભૂમિપુજન તા.05/08/20 ના રોજ કરાયું .આ દિવસે સાંજે 7-00 કલાકે દરેક હિન્દુના ઘરે દિપકનું પ્રાગટ્ય કરી દિપોત્સવ જેમ ઉજવણી કરવામાં આવી હતી આપણા ભચાઉ તાલુકાના અને શહેરના સૌ હિન્દુ ભાઈઓ બહેનોએ પોતાના ઘરે તા.05/08/20 ના સાંજે સાત કલાકે દિપક પ્રગટાવી દિપોત્સવની જેમ ઉજવણી કરાઇ હતી આ દિવસે તાલુકાના દરેક મંદિરો,આશ્રમો અને ધર્મ સ્થાનો પર સવારે 11-00 કલાકે આરતી,શંખનાદ,ઘંટનાદ  તેમજ કરગરીયા મહાદેવ મંદિરે રામધુન  કરી ફટાકડા ફોડી પ્રસાદ વિતરણ કરી આ શુભ અવસરની ઉજવણી કરવા આવી હતી 

પાંચસો વર્ષના હિન્દુઓના સંઘર્ષ  બાદ આપણને આ દિવ્ય અવસર પ્રાપ્ત થયો છે. સાલ 1984 પછી વિશ્ર્વ હિન્દુ પરિષદે આ આંદોલનને વેગ આપ્યો હતો.અનેક કાર સેવકોએ પોતાના જાનની આહુતી આપી હતી.

આ સુવર્ણ અવસરને ઉજવવા વિશ્ર્વ હિન્દુ પરિષદ ભચાઉ શહેર અને બજરંગદળ આર.એસ.એસ દ્વારા સાંજે 7-00 કલાકે.મહારાણા પ્રતાપ ગેટ ભચાઉ મધ્યે દિવાઓ પ્રગટાવી શંખનાદ,ઘંટનાદ કરી  ઉજવણી ભવ્ય ઉજવણી કરાઇ હતી
તેમજ સમગ્ર શહેરમાં કેસરી ધ્વજ થી સણધારવામા આવ્યુ હતુ 
આ કાર્યક્રમ ને દિપ પ્રાગટ્ય સુધરાઈ ના પ્રમુખ કુલદિપસિહ જાડેજા તથા પુર્વ કરછ ના વિશ્વ હિંદુ પરિષદ ના પ્રમુખ અવિનાશભાઇ જોષી તેમજ શહેર પ્રમુખ રમેશભાઈ જોષી મહેશભાઈ સોની 
 બજરંગ દળ  જીગ્નેશ સોનિ અલ્પેશભાઇ પ્રજાપતિ 
પીયુષભાઇ જોષી ઉમિયાશંકર જોષી આઇ.જી.જાડેજા હરેશભાઈ જોષી  વગેરે વિવિધ સંસ્થાઓ તેમજ દરેક સમાજ ના લોકો આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા

Comments