અમિત શાહ AIIMSમાં દાખલ:હોસ્પિટલે કહ્યું- તેમને થાક-શરીરમાં કળતરની ફરિયાદ હતી, તેઓ ઠીક છે-હોસ્પિટલમાંથી કામ કરે છે, હાલમાં જ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો


  • મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમિત શાહને રાત્રે 2 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
  • શાહને 1 ઓગસ્ટે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, આ વિશે તેમણે જાતે જ ટ્વિટર પર માહિતી આપી હતી
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નવી દિલ્હીમાં આવેલી AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સની એક ટીમ તેમનું ઓબ્ઝર્વેશન કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને ફરી થોડો તાવ આવવા અને શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે ગઈ કાલે રાત્રે 2 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં ડો. રણદીપ ગુલેરિયાની ટીમ તેમની સારવાર કરી રહી છે.

    ચાર દિવસ પહેલાં જ જીતી છે કોરોના સામે જંગ
    14 ઓગસ્ટે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમિત શાહે કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાની માહિતી જાતે જ ટ્વિટર પર આપી હતી. ત્યારપછી તેમને મેદાંતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેમને હોમ આઈસોલેશન રહેવાની સલાહ આપવામાં આવી હતી. ગઈ કાલે રાતે તેમને સામાન્ય તાવ આવ્યો હતો અને ત્યારપછી તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


Comments