ગુજરાતના આ વિસ્તારો માટે આગામી ચાર દિવસ ખુબ જ ભારે, અમદાવાદ સહિત ઉ.ગુજરાત માટે સારા સમાચાર
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં તોફાની પવન સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને મેઘો ઘમરોળશે. આ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
IMDની વેબસાઈટમાં કરેલી આગાહી પ્રમાણે, તા.12 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ વરસશે. જેમાં બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ભરૃચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, સુરત, વડોદરા, તાપી, નવસારી, નર્મદા, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, જામનગર, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા તેમજ કચ્છમાં પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ શક્યતાઓ વ્યક્ત કરી છે.
છેલ્લા એક દિવસમાં મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો છે. પાટણ, મહેસામા, અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે જ વડોદરા, આણંદ, ખેડા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, આહવામાં પણ વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદ વરસી શકે છે.
દક્ષિણ પાકિસ્તાનમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાંબા ઈંતેજાર પછી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બે દિવસમાં બંગાળની ખાડીના ઉત્તરી ભાગોમાં લો-પ્રેશર બની રહ્યું છે.
ઉપરાંત એક સાઇક્લોનિક સર્ક્યુલેશન પાકિસ્તાન-કચ્છ અને રાજસ્થાન વિસ્તાર પર હોવાથી આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય તથા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે,આ સપ્તાહમાં શરૃ થતો વરસાદ આગામી સપ્તાહમાં પણ લંબાવવાની પૂર્ણ શક્યતાઓ છે. આ વરસાદી સિસ્ટમના કારણે તા.16 અને 17 ઓગસ્ટની આસપાસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે.
Comments
Post a Comment