ભૂમાફિયોની હવે ખેર નથી/ભૂમાફિયાઓને અંકુશમાં લેવા રાજ્ય સરકાર સ્પેશિયલ કોર્ટ બનાવશે, આરોપીને 10થી 24 વર્ષ જેલ અને દંડ કરવામાં આવશે
ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓ સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. તેમના આ કાળા કારોબારને બંધ કરવા માટે ગુજરાત લેન્ડ પ્રોહિબિશન એક્ટનો પ્રસ્તાવ રાજ્ય સરકાર સામે મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર આગામી સમયમાં ઝડપી અને પારદર્શી તપાસ થાય અને ભૂમાફિયાઓને સજા આપી શકાય તે માટે સ્પેશિયલ કોર્ટની રચના કરશે. આ અદાલતમાં કેસ દાખલ થયા પછી 6 મહિનાની અંદર જ કેસનો નિકાલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ કાયદો આવ્યા પછી ભૂમાફિયાઓ અંકુશમાં આવી જશે અને ખેડૂત તથા જમીન માલિકોના હિતનું રક્ષણ થશે. આગામી બુધવારે યોજાનારી બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.
આરોપીને જેલવાસ સહિત દંડની જોગવાઈ
જમીન હડપ કરવા બદલ 10થી 14 વર્ષનો જેલવાસ કરવામાં આવશે. આ ઉપરાંત જમીનની જંત્રી કિંમત જેટલો દંડ પણ ભરવો પડશે. લેન્ડ ગ્રેબર ઉપર બર્ડન ઓફ પ્રૂફની જવાબદારી રહેશે. આ કાયદા હેઠળ ગુનાઓની તપાસ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષકથી દરજ્જાથી નીચી કક્ષાના ન હોય તેવા અધિકારીઓ જ કરી શકશે

Comments
Post a Comment