ભુજના 6.30 લાખની ચોરીમાં LCBએ આરોપીનો સ્કેચ જાહેર કર્યો

ભુજની જૂની રાવલવાડીની ગાયત્રી સોસાયટીના રહેણાંક મકાનમાં ગત જુલાઇ માસના ધોળા દહાડે થયેલી 6.30 લાખની ચોરીના ચર્ચાસ્પદ કિસ્સામાં દોઢ મહિના સુધી આરોપી હાથ ન લાગતાં એલસીબીએ આરોપીનો સ્કેચ જાહેર કરીને શખ્સને ઓળખતા હોય તેઓએ એલસીબીના પીએસઆઇ રાણાના મોબાઇલ નંબર પર જાણ કરવા અને માહિતી આપવા અનુરોધ કર્યો છે. માહિતી આપનારની ઓળખ ભુપ્ત રાખવા આવાશે તેવું જણાવાયું છે.

ગત 6 જૂલાઈ ભર બપોરે ચોરીનો બનાવ બન્યો હતો. જુની રાવલવાડી સ્થિત ગાયત્રીનગરમાં રહેતા રાજેશભાઈ મંગલદાસ રાજગોર સવારે 11 વાગ્યે તેમનું ઘર બંધ કરીને પરિવાર સાથે ભુજના હરીપર રોડ પર રહેતા સાળાના ઘેર જમવા ગયા હતા. ત્યાંથી ચાર વાગ્યે પરત આવતાં ઘરમાં ચોરી થયાનું જાણવા મળ્યું હતું. કોઇ અજાણ્યા તસ્કરે તેમના ઘરના રસોડાના બારણાનું નકુચો તોડીને ઘરમાં પ્રવેશીને કબાટમાં રાખેલ લાલ બેગમાંથી ત્રણ લાખની રોકડ રકમ તેમજ 3 લાખ 30 હજારના સોનાના સિક્કા અને ઘરેણા મળીને 6 લાખ 30 હજારની માલમતા ઉઠાવી ગયા. આ કેસમાં આરોપીનો સીસીટીવી કેમેરાનો ફુટેજ અને સ્કેચ તૈયાર કરીને આરોપીની ઓળખ માટે જાહેર કરીને એલસીબીના પીએસઆઇ એસ.જે.રાણાએ તેમના મોબાઇલ નંબર 96876,09369પર આરોપીને ઓળખનારે માહિતી આપવા અનૂરોધ કર્યો છે

Comments