મોરબીને આંખના પલકારામાં સ્મશાન ભૂમિ બનાવનાર ગોઝારી ઘટના, જાણો શું થયું હતું તે દિવસે
મોરબી શહેરના ઇતિહાસમાં સૌથી વધુ કાળો ઇતિહાસ તરીકે ઓળખાતી અને વિશ્વની સૌથી મોટી જળપ્રલય ઘટના પૈકીની એક 11 ઓગસ્ટ 1979ની મરછુ જળપ્રલય દુર્ઘટનાએ મોરબીને આંખના પલકારામાં સ્મશાન ભૂમિ બનાવીને ભારે વિનાશ લીલા કરી છે. હજારો લોકોને મરછુના પુરે મોતની આગોશમાં સમાવી લીધા હતા. સેંકડો પશુઓ પુરમાં તણાયા હતા.અનેક મકાનો તથા ઇમારતો ધરાશાયી થઇ હતી. ચારેકોર લટકતી માનવ તથા પશુઓની લાશ, સ્વજનોની યાદમાં ચોધાર આંસુએ રડતા આપ્તજનો તથા મૃત્યુ પામેલી માતા પાછળ રુદન કરતા બાળકોની ચિચિયારીઓથી મોરબી ખોફ્નાક સન્નાટાનું શહેર બની ગયું હતું.
11 ઓગસ્ટ 1979ના દિવસે મોરબીમાં સામાન્ય જનજીવન હતું, પરંતુ ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મચ્છુ-2 ડેમ તૂટવાની સાથે મોરબીમાં મોતનું તાંડવ થયું હતું.મરછુ પૂર્ણ રાક્ષસી કાળના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટક્યા હતા.એ સાથે મોરબી તબાહ થઇ ગયું હતું. ઘણા લોકોને તો બચવાની તક મળી ન હતી.મકાનો, મોટી મોટી ઈમારતોને મરછુના પુરે એક જાટકે તહસ નહસ કરી દીધા હતા.
મોરબીના ઇતિહાસમાં સૌથી વધુ કરૂણ અને ગોઝારી કહી શકાય તેવી આ ઘટનાની ભયાનકતા અને તબાહીની કલ્પના કરતા પણ ધ્રુજી ઉઠાય છે.સેંકડો માનવ મૃત દેહો, વીજળીના તાર ઉપર લટકતી માનવ લાશો, હજારો જાનવરોના કોહવાય ગયેલા મૃત દેહો, ધ્વસ્ત થયેલા હજારો મકાનો, સ્વજનો તથા પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબી વાસીઓની આંખમાં ડોકાતો ભય, નજર સામેથી ન હટતા પ્રલયના બિહામણા દ્રશ્યો, ડૂબી ગયેલા અને દબાઈને દટાઈ ગયેલા પરિવારજનોને બચાવવા માટેની આખરી ક્ષણની ચીચીયારીઓના દર્દનાક આવાજોથી મોરબી એક ખોફ્નાક સન્નાટાનું શહેર બનીને રહી ગયું છે. જોકે, જળહોનારતની ઘટના બાદ મોરબીને બેઠું કરવા એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઇ જસભાઈ પટેલે મોરબીમાં સચિવાલય બનાવીને પૂરગ્રસ્તોમાટે અસરકારક કામગીરી કરી હતી. ત્યારબાદ ફ્નિીક્સ પંખીની મ�
ત્યારબાદ ફ્નિીક્સ પંખીની મારફ્ત બેઠા થઈને મોરબી શહેરે ખુમારી અને જિંદાદિલીથી આ શહેરનું નામ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે ગુંજતું કરી દીધું છે. આ જળપ્રલય દુર્ઘટનાની આવતીકાલ મંગળવારે 41મી વરસી છે ત્યારે હોનારતમાં નજર સામે ગુમાવેલા સ્વજનોની ભયાનક ક્ષણ યાદ આવતા અસરગ્રસ્તોની આંખ માંથી ભય સાથે લાચારીના પૂર વહે છે.
મચ્છુ જળ હોનારત બાદ વિશ્વભરમાંથી સહાયનો ધોધ વરસ્યા બાદ મોરબી ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠું થયું હતું અને વિકાસની ક્ષિતીજો સર કરી હતી.બલ્કે બેવડા જોશથી દરેક મોરબીવાસીએ અક્લપનીય વિકાસ સાધ્યો છે. જેના કારણે નાનકડું શહેર જીલ્લો બન્યો છે.અને દેશ જ નહિ આંતર રાષ્ટ્રીય સ્તરે પણ ભારે નામના મેળવી છે.સીરામીક અને ઘડિયાળ સહિતના ઉધોગો આપબળે અકલ્પ વિકાસ સાધીને મોરબીને દેશ જ નહીં વિશ્વ સ્તરે કીર્તિ આપવી છે.
અનેક લોકોએ આખો પરિવાર ગુમાવ્યો
મોરબીની વિનાશકારી જળ પ્રલયની દુર્ઘટના ને યાદ કરતા પૂરગ્રસ્તો એ ઘટના નજર સામે તાદ્દશ્ય થઈ હોય તેમ ધ્રુજી ઉઠે છે. વયોવૃદ્ધ પી.એમ.નાગવાડીયાનો એકનો એક વ્હાલસોયો દીકરો મચ્છું પુરમાં ગુમાવ્યો હતો.આવા તો અનેક પરિવારો છે. જેમાં કોઈનો લાડકવાયો કોઈ નો ભરથાર તો કોઈનો માડી જાયો વીર કે કોઈનો આખો પરિવાર મચ્છુ જળ હોનારત માં સદાય ને માટે મોતની આગોશમાં સમાય ગયા હતા. આવી જ રીતે પૂરમાં દૂધીબેન બરાસરાના માતા પિતા સહીતના ૧૧ લોકો ના મોત થયા હતા. તેમની કમનસીબી એ હતી કે પાણીથી બચવા કારખાનાની ઓફિસમાં બારણું બંધ કરીને અંદર પુરાયા હતા. પરંતુ પાણી નો પ્રવાહ એટલો જોરદાર હતો કે ઓફિસના દરવાજા તોડીને ઘુસી જતા 11 લોકોને મોતની આગોશમાં સમાવી લીધા હતા.
હોનારતની વરસીએ મૌન રેલી રદ કરાઈ
મોરબીવાસીઓની કાળજું કંપાવનારી મચ્છુ જળ હોનારતની 11 ઓગસ્ટ, મંગળવારે 41મી વરસી છે. જોકે દર વર્ષે મચ્છુ જળ હોનારતના મૃતાત્માઓને અશ્રુભીની શ્રાદ્ધાંજલિ આપવા માટે હોનારતની વરસીએ મોરબી નગરપાલિકા દ્વારા મૌનરેલીનું આયોજન કરવામાં આવે છે. અને ઘટના સમયે 11 સાયરન વગાડવામાં આવે છે પ્રથમ સાયરને રેલી નગરપાલિકાથી નીકળ્યા બાદ મણીમંદિરમાં આવેલ મચ્છુ જળ હોનારતના દિવગતોના સ્મૃતિ સ્તંભને શ્રાદ્ધાંજલિ અપાઈ છે.પરંતુ આ વખતે કોરોનાની મહામારીને ધ્યાને લઈને નગરપાલિકા દ્વારા આ મૌન રેલી રદ કરવામાં આવી છે અને તા.11 ને મંગળવારે મચ્છુ જળ હોનારતની વરસીએ મણીમંદિરમાં આવેલ મચ્છુ જળ હોનારતના દિવગતોના સ્મૃતિ સ્તંભને બપોરે 3 થી 4 વાગ્યા સુધી દરેક નાગરિકો માસ્ક પહેરી અને સોશ્યલ ડિસ્ટન્સ જણાવીને પુષ્પજંલી, શ્રાદ્ધાંજલિ અર્પણ કરી શકશે.
Comments
Post a Comment