અપીલ નિવૃત્ત કર્મીઓ ફોન પર પર્સનલ વિગત કોઇને પણ આપવી નહીં
ઓનલાઇન છેતરપિંડીના બનાવોમાં ભારે ઉછાળો આવ્યો છે ત્યારે નિવૃત્ત સરકારી કર્મચારીઓ તેમજ નિવૃત્તિના આરે હોય તેવા અધિકારી-કર્મચારીઓ માટે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા યાદી બહાર પડાઇ છે. ફોન પર પર્સનલ વિગત કોઇને પણ આપવી નહીં તેવું જણાવાયું છે. રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જણાવાયું હતું કે, નિવૃત્તીના આરે હોય એવા સરકારી કર્મચારીઓ ઇન્ટરનેટથી અપરીચીત હોવાથી તેમના સાથે છેતરપિંડી થવાની શક્યતાઓ છે. સાયબર ક્રિમીનલો ફોન કરીને શક્ય હોય તેટલી માહિતીઓ એકત્ર કરશે, સરકારી તિજોરીમાંથી ફોન છે તેમ કરીને ડિટેઇલસ ઓકાવશે તેમજ નામ, સરનામુ, જન્મ તારીખ કોઇપણ સોશીયલ મીડિયા પરથી મેળવી શકે છે, તો અંગત વિગતો આવી ગયા પછી પેન્શનમાં સુધારો કરવાની વાત કરી બેંક એકાઉન્ટ નંબર અને અન્ય નાણાકીય વ્યવહારો જાણવાની કોશીશ કરશે પણ કોઇપણ લોભ-લાલચમાં આવ્યા વગર જાગૃત રહીને આવા ફોન ઉપાડવાનું ટાળવું જોઇએ.
બેંક એકાઉન્ટ નંબર, એટીએમના પીન કે ઓટીપી કોઇને આપવી નહીં તેમજ બિનજરૂરી ફોન ઉપાડવાનું ટાળવુ અને વાત કરવાને બદલે કાપી નાખશો કેમ કે જેમ વાતો થશે તેમ યુક્તિ-પ્રયુક્તિથી વિગતો ઓકાવી લેવાશે. અન્યથા કોઇ સાયબર ક્રાઇમનો ભોગ બની જાય તો તુરંત સાયબરક્રાઇમની વેબસાઇટ પર અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા આહવાન કરાયું છે. સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોવાનું ધ્યાને આવે તો તુરત પોલીસને જાણ કરવી જેથી પોલીસ એકાઉન્ટ નંબરમાંથી થયેલા ટ્રાન્ઝેકશનને કેન્સલ કરાવવા માટે જે-તે બેંકમાં જાણ કરી શકે અને પેમેન્ટ રિવર્ટ કરાવી શકાય.
Comments
Post a Comment