ભૂજમાં લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે તંત્રનો વિચિત્ર તર્ક, ‘સ્પીકરમાંથી જીવાણું નીકળે, જીવાણુથી કોરોનાનો ચેપ વધે’
કોરોના વૈશ્વિક બિમારીનો ખતરો ચારેબાજુ ફેલાયેલો છે. ત્યારે ભુજમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેના માટે તંત્રએ જબરો તર્ક આપીને તમામ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ભૂજમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકીને તંત્રએ જણાવ્યું છે કે લાઉડ સ્પીકરમાંથી જીવાણું નીકળે છે, જીવાણુંથી કોરોનાનો ચેપ વધે છે. આ તર્કની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભૂજમાં હાલ તંત્રએ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકેલો છે, ત્યારે અહીં લોકોએ તંત્ર પાસે લાઉડ સ્પીકર વગાડવા માટે પરવાનગી માંગી હતી. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ચારેબાજુ મહાદેવના મંદિરોમાં પુજાવિધી થતી હોય છે, ત્યારે ભૂજમાં આવેલા દિધામેશ્વર મહાદેવ મંદિરમાં તારીખ 20,07,2020થી 20,08,2020 સુધી સવારના 8થી 1 વાગ્યા સુધી અને રાત્રે 8થી 10વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા માટે તંત્ર પાસે પરવાનગી માંગીને એક અરજી કરાઈ હતી.
આ અરજીના જવાબમાં તંત્રએ પોતાનો જવાબ રજૂ કર્યો હતો. તંત્રએ જણાવ્યું કે, સરકારની વખતો-વખતની સૂચનાઓ તેમજ જાહેરનામાઓ અન્વયે હાલ કોરોનાના કેસો ખાસ કરીને ભુજ શહેરમાં ખુબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. આ મહામારીનું સંક્રમણ વધુ ફેલાતું અટકે તે હેતુંથી તથા માઈક વગાડવાથી અવાજની સાથે વિષાણું નિકળવાને કારણે સંક્રમણની સંખ્યા વધે છે. જેના કારણે તમારી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી મળવાની અરજી સ્વીકારી શકાય તેમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ચારેબાજુ કોરોનાનો ખતરો રહેલો છે, તે હકીકત છે. પરંતુ ભુજમાં લાઉડ સ્પીકર વગાડવા પર તંત્રએ જે તર્ક રજૂ કર્યો છે તે વિચિત્ર છે. લાઉડ સ્પીકરમાંથી જવાણું નીકળવાની વાત અને તે જીવાણુંથી કોરોનાનો ચેપ વધવાની વાત એક દમ નિરર્થક છે.
Comments
Post a Comment