કચ્છમાં બે દિવસમાં વધુ 39 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન
. જિલ્લામાં કોરોનાના વધતા કહેર વચ્ચે અંજાર, ગાંધીધામ, ભચાઉ, અબડાસા, નખત્રાણા, રાપર, ભુજ તાલુકાના કેટલાક ગામ અને વિસ્તાર મળીને વધુ 39 માઇક્રા કન્ટેઇનમેન્ટ જારી કરાયા છે.
તા.11/8 સુધી ગાંધીધામ સ.વ.પ. નજીકનો કેટલોક ભાગ,તા.12/8 સુધી અંજારના મિથિલાનગરી-2, ક્રિષ્નાનગર-2, તા.13/8 સુધી ભુજની જૂની રાવલવાડીના 7 ઘર, સરપટનાકા બહાર આવેલા મામઇદેવનગરમાં 21 ઘર, અંજાર તાલુકાના વરસામેડીની બાગેશ્રી ટાઉનશીપ-5, ગાંધીધામ ભારતનગર વોર્ડ-11/બી વાલ્મીકિ સોસાયટી, સપનાનગર, આદિપુરના કેટલાક મકાન, અંજારની ચામુંડા સોસાયટી, ખલીફા કોલોની ગાયત્રી ચાર રસ્તા, સ્વામીવિવેકાનંદનગર, ગાયત્રી સોસાયટી, વિજયનગર, શિવમંદિરની પાછળ, અમુક મકાન, નાના નખત્રાણાના બજરંગનગર-કોમ્યુનિટી હોલ તથા અમુક મકાનો સમાવેશ થાય છે.
તા.14/8 સુધી ભુજ જૂની રાવલવાડી બ્લોક નં.સી-9, જૂની લોટસ કોલોની, અંજાર ગંગાનાકા હોથી ફળિયા, મારૂતિનગર, મુકિતધામ સોસાયટી, ગાંધીધામના લીલાશાનગર, આદર્શ કન્યા વિધાલય સુધીના વોર્ડ-12/સી, શકિતનગર-ઝુલેલાલ મંદિર, આદિપુર, આશાપુરા મંદિર સુધીના વોર્ડ-૨બી તથા અંતરજાળ, નંદનગર કેટલા મકાનો, અબડાસાના સાંઘીપુરમની બાબા કોલોની સમાવેશ થાય છે. તા.15/8 સુધી ભુજમાં એસ.જી.કોમ્પલેક્ષ સામે ૧૦ ઘર, રામનગરીના હનુમાન મંદિરની બાજુમાં ૭ ઘર, અંજારના ભોપા વાડી વિસ્તાર, કામઘેનુ સોસાયટી-૩, ગાંધીધામ જૂની સુંદરપુરીના અમુક ઘર, સેકટર-5 ઉપરાંત તા.16/8 સુધી અંજારના એકતાનગરની શેરી નં.7, 8, શિવ શકિત સોસાયટી, યોગેશ્વરનગર, રત્નદીપ સોસાયટી, અમુક ઘર, ગાંધીધામ સેકટર-7ના અમુક ઘર, તા.16/8 સુધી નલિયાનો રૂપાણી ફળિયો, રાપરની નાગચંદ્ર સોસાયટીના અમુક ઘર, તા.17/8 સુધી રાપરની શંકરવાડી સોસાયટીના અમુક મકાનો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.
Comments
Post a Comment