કચ્છમાં 25 વ્યક્તિને કોરોના પોઝિટિવ : વધુ 1નું મોત, વધુ 31 દર્દી સાજા થયા
- તાલુકા મુજબ : ભુજમાં 3, માંડવી, ગાંધીધામમાં 4-4, મુન્દ્રા, રાપરમાં 1-1, અબડાસામાં 2, અંજારમાં 7
- કુલ 857 પોઝિટિવ કેસમાંથી 594 સાજા થયા, એકટીવ કેસ 223 અને 40ના મોત
- લાલન કોલેજના પ્રિન્સિપાલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો
ભુજ. કચ્છમાં શુક્રવારે વધુ 3 કોરોના દર્દીના મોત થયા છે, જેમાં નલિયાના 53 વર્ષીય, આદિપુરના 44 વર્ષીય રમેશ ગોવિંદ બારોટનો રિપોર્ટ આવે એ પહેલા જ મોત થયાનું સૂત્રોએ જણાવ્યું હતું, જેમાંથી રમેશ બારોટના મોતની તંત્રએ સત્તાવાર પુષ્ટિ કરી છે અને ગુરૂવારે પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ શુક્રવારે સાંજે 7.14 વાગે મોત થયાનું જણાવાયું છે. ગાંધીધામના 70 વર્ષીય વૃદ્ધનો ગુરૂવારે પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને શુક્રવારે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ દમ તોડી દીધાના હેવાલ છે. જોકે, બીજા બે મોતને સતાવાર પૃષ્ટી મળી નથી.
25 વ્યક્તિના સેમ્પલનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે, જેમાં ભુજ શહેરમાં 4 પણ તંત્રએ 3 બતાવ્યા છે, માંડવી તાલુકાના મેરાઉમાં 1, માંડવી નગરમાં 3, મુન્દ્રામાં 1, અબડાસા તાલુકાના નલિયામાં 2, અંજાર તાલુકાના મેઘપર બોરિચીમાં 1, મેઘપર કુંભારડીમાં 1, અંજાર શહેરમાં 4, ગાંધીધામ તાલુકાના અાદિપુરમાં 2, ગાંધીધામ શહેરમાં 2, રાપરમાં 1 વ્યક્તિ સપડાઈ છે. આમ, કચ્છમાં જિલ્લા અારોગ્ય તંત્રના ચોપડે અત્યાર સુધી 862 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 594 સાજા થઈ ગયા છે. જોકે, હજુ 226 અેકટીવ કેસ છે અને 43ના સારવાર દરમિયાન મોત થયા છે. પરંતુ, જિલ્લા વહીવટ તંત્ર અત્યાર સુધી માત્ર 36ના મોત બતાવે છે.
ભુજમાં લાલન કોલેજના પ્રિન્સિપાલ છત્રપાલસિંહ ઝાલા (45), અબ્દુલમજીદ અનવરઅલી ખત્રી (32), લક્ષ્મી કાંતિ જોટા (69), ઉપરાંત ધર્મેન્દ્ર શાહ, માંડવી તાલુકાના મેરાઉમાં કરસન રવજી કેરાઈ (65), માંડવી શહેરમાં બાબુ બુઢા અગરિયા (65), અશોક શંભુ ફોફલિયા (45), અાનંદી મહેન્દ્ર મોટીવરસ (37), મુન્દ્રામાં કિરણ દયાલજી બાબલા (67), અબડાસા તાલુકાના નલિયામાં સુરેન્દ્રસિંહ જાડેજા (53), સકીના મામદ કુંભાર (25), અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં મીના કેતન સંજોટ (37), મેઘપર બોરિચીમાં રમેશ પટેલ (41), ગાંધીધામ તાલુકાના અાદિપુરમાં હિરુ જેઠાનંદ પેસવાણી (60), રમેશ ગોવિંદ બારોટ (44), ગાંધીધામ શહેરમાં પ્રેમિલા અસપર રોશિયા (54), મયુર ઈન્દ્ર ભાગચંદાણી (36), રાપરમાં વસંત મગન ઠક્કર (75)ને કોરોના પોઝિટિવ આવ્યો છે.
વધુ 31 દર્દી સાજા થયા
કચ્છમાં શુક્રવારે કોરોનાના વધુ 31 દર્દી સાજા થયા હતા, જેમાં ભુજ તાલુકાના 9, માંડવી તાલુકાના 1, અંજાર તાલુકાના 13, ગાંધીધામ તાલુકાના 4, રાપર તાલુકાના 4 વ્યક્તિનો સમાવેશ થયો છે.
Comments
Post a Comment