કોરોના સામે કડક પગલાં રાજ્યમાં હવેથી સરકારી કે ખાનગી વાહનમાં માસ્ક વગર મુસાફરી કરશો તો વાહનચાલક સહિત તે વ્યકિતને દંડ ફટાકરવામાં આવશે

,

દુકાનમાં કે મોલમાં કોઇ માસ્ક વગર જોવા મળશે તો જે તે વ્યક્તિ સહિત મોલ મેનેજર/દુકાનમાલિકને દંડ ફટકારવામાં આવશે

અમદાવાદ. રાજ્યમાં લોકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરતા ન હોવાનું ધ્યાનમાં આવતા સરકારે હવે કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. જેમાં જો કોઇ ખાનગી કે સરકારી વાહનચાલક તથા તેમાં મુસાફરી કરતા મુસાફરો માસ્ક વગર પકડાશે તો વાહન ચાલક અને મુસાફર બંને પાસેથી નક્કી કરવામાં આવેલો દંડ વસૂલ કરવામાં આવશે.

હાઇકોર્ટના નિર્દેશોનું પાલન કરવું જરૂરી
આ ઉપરાંત રાજ્યમાં આવેલા નાના શોપિંગ મોલ્ક કે દુકાનોમાં પણ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. જો સ્ટોર્સમાં કે મોલમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન નહીં કરવામાં આવે તો દુકાનદાર/સ્ટોરમાલિક/મોલ મેનેજર પાસેથી દંડ વસૂલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મોલ, દુકાનોમાં એરકન્ડિશન હોય છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે. તેથી કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે હાઇકોર્ટના નિર્દેશ મુજબ શોપિંગ મોલ્સ કે દુકાનમાં આવતા તમામ મુસાફરો સહિત દુકાનદાર, સ્ટાફ અને ત્યાં હાજર તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. જો કોઇ માસ્ક વગર પ્રવેશ કરશે અને ધ્યાનમાં આવશે તો હવેથી માલિક સહિત વ્યક્તિને દંડ ફટકારવામાં આવશે.


Comments