કચ્છમાં ભારે વરસાદ વચ્ચે ૪.૧ નો ભૂકંપનો આંચકો : ચાર ઈંચ વરસાદમાં ભચાઉ હાઇવે અને ગાંધીધામ પાણી પાણી : અંજારમાં સૌથી વધુ સાડા છ ઈંચ ખડીર અને ખાવડાનું રણ બેટમાં ફેરવાયું





કચ્છ કચ્છમાં આજે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે રાત્રે ૮ વાગ્યા સુધી પૂર્વ કચ્છ અને ખાવડા ખડીરના રણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે . વધુ વરસાદને પગલે કચ્છના ધોરડોનું વિખ્યાત સફેદરણ દરિયાના બેટમાં ફેરવાયું છે .આજે સૌથી વધુ વરસાદ અંજારમાં નોંધાયો છે . જ્યારે પશ્ચિમ કચ્છમાં લખપતમાં માત્ર ઝરમર ઝરમર સાથે માત્ર ૨ મીમી વરસાદ નોંધાયો છે . જ્યારે લખપતને અડીને આવેલા અબડાસામાં ૨ ઈંચ વરસાદ પડ્યો છે . નખત્રાણા અને ભુજમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે . જોકે , મુન્દ્રા , માંડવીમાં આજે પણ ૩ ઈંચ વરસાદ સાથે મોસમનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે .
 ગાંધીધામમાં ૪ ઈંચ વરસાદને કારણે શહેર પાણી પાણી થઈ ગયું છે . પ્રમાણે ગાંધીધામના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે . તો , ભચાઉમાં વરસાદને પગલે કચ્છથી રાજસ્થાન , ગુજરાત , સૌરાષ્ટ્ર તરફ જતાં નેશનલ હાઇવે ઉપર ભચાઉ અને ચીરઈ વચ્ચે પાણી ભરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે . હજીયે વરસાદી માહોલ છે , 




Comments