સંજય દત્તને ત્રીજા સ્ટેજનું કેન્સર, ફિલ્મ સમિક્ષક કોમલ નાહટાનું ટ્વિટ

  • સોમવારે જ સંજય દત્તને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
  • શ્વાસની તકલીફને કારણે તેમને શનિવાર રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
  • સંજય દત્તે મેડિકલ ટ્રીટમેન્ટ માટે કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી, શુભેચ્છકોને ચિંતા ન કરવા અને બિનજરૂરી અટકળો પર ધ્યાન ન આપવા માટે કહ્યું
  • મુંબઈ. સંજય દત્તને ત્રીજા સ્ટેજનું કેન્સર હોવાની વાત ફિલ્મ સમિક્ષક કોમલ નાહટાએ કરી છે. તેણે ટ્વિટ કરીને આ વાત કહી છે. નાહટા ફિલ્મ ઈન્ફોર્મેશન ડોટ સાઈટના એડિટર પણ છે. તેણે પોતાની સાઈટ ઉપર પ્રસિદ્ધ કરેલા વિગતોમાં જણાવ્યું છે કે સંજય દત્તને લંગ કેન્સર છે. નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ સંજય દત્ત સારવાર માટે અમેરિકા જશે.
  • સંજય દત્તે થોડા દિવસ માટે કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી
    મુંબઈમાં લીલાવતી હોસ્પિટલમાંથી રજા મળ્યાના એક દિવસ બાદ સંજય દત્તે થોડા દિવસ માટે કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. મંગળવાર સાંજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા તેમણે આ માહિતી શેર કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, તેઓ મેડિકલ ટ્રીટમેન્ટ માટે આ બ્રેક લઈ રહ્યા છે.

    પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું, 'હાય મિત્રો, હું કેટલીટ મેડિકલ ટ્રીટમેન્ટ માટે કામમાંથી બ્રેક લઈ રહ્યો છું. મારો પરિવાર અને મિત્રો મારી સાથે છે, અને હું મારા તમામ શુભેચ્છકોને વિનંતી કરું છું કે તેઓ જરાય ચિંતા ન કરે અને બિનજરૂરી ચિંતા કે અફવાઓ પર ધ્યાન ન આપે. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ સાથે, હું જલ્દીથી પાછો ફરીશ. '


Comments