ઓનલાઇન યંત્ર ઉપર જુગાર રમતા ઇસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી મોવલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ , ગાંધીધામ શ્રી મયુર પાટીલ સાહેબ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી / જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપતા એલ.સી.બી.ની.ટીમ પ્રોહી / જુગારનાં કેસો શોધવા પ્રયત્નશીલ હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હીરાભાઇ કરશનભાઇ ડાંગર રહે . માધાપર તા.ભુજ વાળાના કજા ભોગવટાની દુકાન નં .૧૦૬ વ્રજ કોમ્પલેક્ષ અંતરજાળ આદિપુર તા.ગાંધીધામમાં લેપટોપ તથા ટી.વી. દ્વારા ઓનલાઇન યંત્રોના ચિત્રો પ્રસિધ્ધ કરી તેના વડે પૈસાની હારજીતનો ગ્રાહકો સાથે જુગાર રમતા નીચે જણાવેલ ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી આદિપુર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે .


પકડાયેલ ઇસમો
 ( ૧ ) હિરાભાઇ કરશનભાઇ ડાંગર રહે માધાપર તા.ભુજ ( ૨ ) સુમિતભાઇ રાજેશભાઇ કેવડીયા રહે . ક્રિષ્નાપાર્ક , અંતરજાળ , તા.ગાંધીધામ
 ( ૩ ) પખુભાઇ રાજકુમાર શહાની રહે અંતરજાળ શાંતીનગર -૨ , તા.ગાંધીધામ ( જી કિશોરભાઇ ધનજીભાઇ માળી રહે . મંગલેશ્વર સો . મેઘપર બોરીચી અંજાર
 ( ૫ ) નારણભાઇ વલમજીભાઇ પરમાર રહે મંગલેશ્વર સો , મેઘપર બોરીચી અંજાર 
( ૬ ) મોહન સુગનારામ હિરાણી ( સિંધી ) રહે.પ્લોટ નં .૩૪૯ , વોર્ડ -૩ / એ આદિપુર 
( ૭ ) નવીનભાઇ વેરશીભાઇ ડોરૂ રહે વોર્ડ નં .૧ / એ મ.નં. ૫૭ આદિપુર 
મુદ્દામાલ રોકડા રૂ .૧૩૫૪૫ / - લેપટોપ , ટીવી , પ્રિન્ટર , લેઝર મશીન , પ્રીન્ટરોલ , ડોંગલ વિગેરે મળી કુલ કિ.રૂ .૩૮,૫૯૫ /

આ કામગીરીમાં એમ.એસ.રાણા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો .

Comments