કચ્છમાં વિક્રમી 27 કેસ, સુખપર અને ઘડુલીના વયસ્કોના મોત સાથે કુલ આંક 31

  • અંજાર શહેરમાં 14, સાપેડામાં 1 સાથે એકજ દિવસમાં 15 કેસથી હાહાકાર
  • સુખપર, માધાપર, માંડવીમાં 1-1, રાપરમાં 2, ગાંધીધામ શહેરમાં 7 કેસ
  • ભુજ. ભુજ તાલુકાના સુખપરમાં બુધવારે 75 વર્ષીય વૃદ્ધ વિશ્રામ રાબડિયાનું ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં અને લખપત તાલુકાના ઘડુલીના 59 વર્ષીય પ્રાૈઢ શામજી નારાણ પટેલનું મુન્દ્રાની અલાયન્સ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે, જેથી કચ્છમાં અત્યાર સુધી કોરોનાની સારવાર દરમિયાન મોતનો કુલ આંકડો 31 ઉપર પહોંચી ગયો છે. બીજી તરફ બુધવારે જ વિક્રમી 27 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં અંજાર તાલુકામાં હાહાકાર, સાપેડા, ભુજ તાલુકાના સુખપર, માધાપર, માંડવી તાલુકાના રામપર વેકરામાં 1-1, રાપરમાં 2, ગાંધીધામ શહેરમાં 7, અંજાર શહેરમાં 14 કેસનો સમાવેશ થયો છે, જેથી એકટીવ કેસ 184 થઈ ગયા છે.

    જિલ્લામાં તકેદારી નહીં રખાય તો સ્થિતિ વધુ સ્ફોટક બનવાની ભીતિ
    પ્રાપ્ત વિગતો મુજબ ભુજ તાલુકાના સુખપરના 56 વર્ષીય લક્ષ્મી રાબડિયા, માધાપરના 39 વર્ષીય જયકુમાર ઘનશ્યામ સોની, માંડવી તાલુકાના રામપર વેકરામાં 62 વર્ષીય અનિલ મણિલાલ ભાવસાર, અંજાર તાલુકાના સાપેડાના 51 વર્ષીય શ્યામગિરિ વેલગિરિ ગુસાઈ, 25 વર્ષીય આઈશા અબુ થેબા, 23 વર્ષીય યાશ્મીન અબુ થેબા, 17 વર્ષીય સાઝિદ અબુ થેબા, 35 વર્ષીય હિરેન હસમુખ સોની, 33 વર્ષીય મુકેશ ભરત પટેલ, 29 વર્ષીય કિંજલ એમ. પટેલ, 23 વર્ષીય નિરાલી પ્રજવસ સોરઠિયા, 79 વર્ષીય દમયંતી નવીન દવે, 55 વર્ષીય જ્યોતિ હસમુખ સોની, 38 વર્ષીય સફી આમદ ખત્રી, 37 વર્ષીય ધર્મિષ્ઠા પ્રેમ વિશ્વકર્મા, 32 વર્ષીય અજીત રાણા નિલકંઠ, 63 વર્ષીય ફાતમા સાલેમામદ ખત્રી, 29 વર્ષીય રુબીના તાલાહા ખત્રી, ગાંધીધામ શહેરના 36 વર્ષીય સુનીલ મુલાજી મકવાણા, 43 વર્ષીય નીરજ મહેન્દ્ર અડવાણી, 55 વર્ષીય પ્રદીપ યદુનાથ પાંડે, 60 વર્ષીય યશુદાસ રેડ્ડી ચીકરમેલ્લી, 50 વર્ષીય મેઘબાઈ રામજી ચાૈહાણ, 65 વર્ષીય દયા રવજી વાજા, 56 વર્ષીય અનીલ બાલક્રિષ્ન પિલ્લઈ, રાપરના 46 વર્ષીય મણિલાલ રાઠોડ, 60 વર્ષીય ઈશ્વર અમૃત સોનીના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 633 થઈ ગઈ છે.

    જિલ્લામાં 23 સાજા થઈ ખાટલેથી ઉઠ્યા
    ભુજ તાલુકામાં 10, માંડવી તાલુકામાં 1, નખત્રાણા તાલુકામાં 3, અંજાર તાલુકામાં 5, ગાંધીધામ તાલુકામાં 2, ભચાઉ તાલુકામાં 1, રાપર તાલુકામાં 1 મળીને બુધવારે વધુ કુલ 23 દર્દી સાજા થયા છે, જેથી અત્યાર સુધી સાજા થયેલા કુલ દર્દીઓનો આંકડો 418 ઉપર પહોંચી ગયો છે.

    ધ્રૂજાવતી અંજાર શહેરની સ્થિતિ
    કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી અંજાર તાલુકા અને અંજાર શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા ધ્રુજાવી રહી છે. તંત્ર ગંભીરતા સમજી વિશેષ પગલા નહીં ભરે તો ગંભીર પરિણામો ભોગવવાનો વખત આવે એવા અણસાર વર્તાઈ રહ્યા છે.

Comments