કંડલા એરપોર્ટ પર મુંબઈની ફ્લાઈટ આવી



લોકડાઉનના કારણે બંધ રહેલી વીમાની સેવા કંડલા એરપોર્ટ પર ફરી સામાન્ય થવા તરફ આગળ વધી રહી હોય તેમ ચાર મહિનાના અંતરાલ બાદ બુધવારે મુંબઈની ફ્લાઈટએ કંડલા એરપોર્ટ પર લેન્ડ કર્યું હતું.

ઓક્ટોબર સુધી દરરોજ બપોરે 12 વાગ્યે કંડલા- મુંબઈની દૈનિક વિમાની સેવા
કોરોનાકાળના કારણે તમામ પરીવહનની વ્યવસ્થા બંધ થઈ ગઈ હતી. ત્યારે મુંબઈ સાથે વર્ષો જુનો અને મહત્વપુર્ણ નાતો ધરાવતા ગાંધીધામ, કચ્છ સાથે પણ ટ્રેન અને પ્લેન સહિતના વ્યવહારો ઠપ્પ થઈ ગયા હતા. પરંતુ ડીજીસીઆઈએ સ્લોટ ફાળવી આપતા આખરે બુધવારે આટલા સમય બાદ સ્પાઈસ જેટની ફ્લાઈટ 31 પ્રવાસીઓ સાથે આવી પહોંચી હતી. જેમા 41 પ્રવાસીઓ અહિથી મુંબઈ જવા પણ રવાના થયા હતા. કંડલા એરપોર્ટના ડાયરેક્ટર સંજીવ મંઘલે જણાવ્યું હતું કે વિભાગ દ્વારા આગામી ઓક્ટોબર સુધીની દૈનિક મુંબઈની ફ્લાઈટ માટેનો સ્લોટ એરપોર્ટને ફાળવાયો છે. એટલે અગાઉના સમયમાં ફેરફાર સાથે મુંબઈની 85 સીટની ક્ષમતા ધરાવતી સ્પાઈસ જેટ ફ્લાઈટ રોજ બપોરે 12 વાગ્યે આવશે અને 12:30 વાગ્યે પરત ઉડશે. આવતા, જતા તમામ પ્રવાસીઓના સામાનને સંપુર્ણ સેનેટાઈઝ કરાઈ રહ્યું છે અને દરેક પ્રવાસીઓ સાથે તેને લેવા મુકવા આવનારનું પણ થર્મલ સ્ક્રીનીંગ સહિતના નિયમોનું પાલન કરાઈ રહ્યું છે. 

Comments