સમસ્યા /ગાંધીધામ, આદિપુર સંકુલમાં પાણીની તંગીથી લોકો પરેશાન ગાંધીધામ સંકુલમાં નિયમિત અને પૂરતું પાણી મળી રહે તેવી લોકો દ્વારા માગણી

ગાંધીધામ, આદિપુર સંકુલમાં 
પાણીની તંગીથી લોકો પરેશાન :સ્થાનિકો ની બૂમો 
રોજબરોજ પાણીની રામાયણથી લોકો ત્રસ્ત ઃ ગટર સમસ્યાનો ઉકેલ થતો નથી ને શરૂ થઈ પાણીની રામાયણ
ગાંધીધામ, આદિપુર સંકુલમાં લાંબા સમયથી પાણીની સમસ્યાએ અજગર ભરડો લીધો છે. આદિપુર અને ગાંધીધામ સંકુલ ગટર સમસ્યા માટે જાણીતું છે તો લાંબા સમયથી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યાં હવે પાણીની રામાયણથી લોકો ત્રસ્ત બન્યા છે. ગાંધીધામના અપનાનગર, સપનાનગર, સેકટર-પ, ભારતનગર સહિતના વિસ્તારોમાં હાલ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સહિત ગાંધીધામ લગભગ તમામ વિસ્તારોમાં પાણી અનિયમિત આવે છે અને કયારેક તો ત્રણ-ચાર દિવસ સુધી પાણી આવતું જ નથી તેથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. 
અગાઉ ઉનાળાના સમયમાં પાણીની સમસ્યા રહેતી પરંતુ હાલ ચોમાસામાં પણ પાણીની સમસ્યાએ લોકોને પરેશાન કરી દીધા છે. ગાંધીધામ સંકુલમાં નિયમિત અને પૂરતું પાણી મળી રહે તેવી લોકો દ્વારા માગણી નગરપાલિકાના બહેરા કાને અનેક વખત કરવામાં આવે છે પરંતુ આ સમસ્યાનો નિવેડો હજુ સુધી આવ્યો નથી. આ સમસ્યા કયારે દૂર થશે તેવું પ્રજા નગરપાલિકાના સત્તાધિશોને સવાલો કરી રહી છે છતાં પણ કોઈના પેટનું પાણી હલતું નથી અને ગાંધીધામની પ્રજા પાણી વિના ટળવળી રહી છે.

Comments