કચ્છમાં 24 પોઝિટિવ કેસ નોંધાયા, 19 દર્દી સાજા

  • શનિવારે રજાના દિવસે પ્રમાણમાં અોછા પોઝિટિવ કેસ ચોપડે ચડ્યા
  • અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટિવ 1085 કેસમાંથી હજુ 257 સારવાર હેઠળ
  • કચ્છમાં શનિવારે 24 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેથી અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંકડો 1085 થઈ ગયો છે. બીજી તરફ વધુ 19 દર્દી સાજા થતા રજા અપાઈ હતી, જેથી અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 776 થઈ ગઈ છે. આમ, હવે 257 એકટીવ પોઝિટિવ કેસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.​​​​​​​
    તાલુકાવાર સાજા દર્દીઓ
    ભુજ તાલુકામાં 5, અંજાર તાલુકામાં 7, ગાંધીધામ તાલુકામાં 6, ભચાઉ તાલુકામાં 1 મળીને કુલ 19 દર્દી સાજા થયા છે.

Comments