મારી નજર સમક્ષ ચીસાચીસ થતી હતી, આગના ગોટા વચ્ચે એક યુવાન સળગતો હતો, ચારેબાજુ ભયાનક માહોલ હતો
- આગના ધુમાડા અને અંધારામાંથી ધાબળો ઓઢી અમે હેમખેમ ભગવાનની કૃપાથી બહાર નીકળી શક્યા
- પાલડીમાં રહેતા ભવિનભાઈ તેમના બેન, બનેવી અને ભાણિયો શ્રેયના સ્પેશિયલ રૂમમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા
અમદાવાદ. પાલડી વિસ્તારમાં રહેતા ભાવિનભાઈ કે જેઓ શ્રેય હોસ્પિટલની દુર્ઘટના સમયે હોસ્પિટલના કોવિડ વોર્ડમાં હતા. તે અને તેમના પરિવારના સભ્યો આગ વચ્ચે ધાબળો ઓઢીને સલામત રીતે બહાર નીકળી ગયા હતા. તેમણે પોતાની આપવીતી રડતા રડતા જણાવી હતી. તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું કે, હું કોઈને બચાવી ના શક્યો.
ચાર દર્દી ધૂળના ગોટા વચ્ચે ધાબળો ઓઢીને હેમખેમ બહાર નીકળી ગયા
હું મારા બનેવી, મારો ભાણિયો અને મારી બેન ચારેય શ્રેય હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા હતા અને મધરાતે એકાએક આગ લાગતાં મારી નજર સામે સળગતો યુવાન દોડતો જોયો અને મારા બનેવી ભાણિયાને બેનને બચાવવા માટે અમે ચારે જણા અંધારામાં ધૂળના ગોટા વચ્ચે ધાબળો ઓઢીને હેમખેમ બહાર નીકળી ગયા. અમને હાલ એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મને ઊંઘ આવતી ના હોવાથી વેબ સિરીઝ જોઈ રહ્યો હતો: દર્દી
અમદાવાદની શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાંથી બચી ગયેલા કોરોનાના દર્દી ભાવિનભાઈ કે જેઓ હાલ એસવીપી હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી હું મારા બેન બનેવી અને ભાણિયો ચારે જણા હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ હોવાથી દાખલ થયેલા હતા. મને ઊંઘ આવતી ના હોવાથી વેબ સિરીઝ જોઈ રહ્યો હતો. આ દરમિયાન એકએક ચીસાચીસ થવા લાગી આ સમયે મારા રૂમનો અડધો દરવાજો ખુલ્લો હોવાથી મેં જોયું કે ત્યાં ધુમાડાના ગોટેગોટા ઊડી રહ્યા છે અને મારી નજર સમક્ષ એક વ્યક્તિ સળગતો સળગતો દોડી રહ્યો હતો. આ જોઈને અમે પણ ગભરાઈ ગયા હતા પરંતુ અમે હિંમત કરીને અમને હોસ્પિટલે જે ધાબળો ઓઢવાનું આપ્યો હતો. તે ધાબળો ઓઢીને અમે ચારે જણા સલામત રીતે બહાર નીકળી ગયા અંધારાના માહોલ અને આગના ગોટેગોટા વચ્ચે અમે અથડાતા અથડાતા પણ હેમખેમ બહાર નીકળી ગયા આ પરિસ્થિતિ અમારી એવી હતી કે અમે ભગવાનનું નામ લઈને જીવ બચ્ચે કે કેમ તેની ચિંતામાં અમે બહાર આવ્યા.
Comments
Post a Comment