અનલોક -4 માટે ગાઈડલાઈન : 7 સપ્ટેમ્બરથી મેટ્રો શરૂ થશે , 21 સપ્ટેમ્બરથી ધાર્મિક , રાજકીય કાર્યક્રમોમાં 100 લોકો સામેલ થઈ શકશે , 30 સપ્ટેમ્બર સુધી શાળા કોલેજ બંધ
દેશમાં કોઈપણ જગ્યાએ જવા માટે અલગથી પરવાનગી લેવાની જરૂર
નહીં પડે
ભારત સરકારે અનલોક-4 માટે શનિવાર સાંજે ગાઈડલાઈન બહાર પાડી છે. તે 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. તે અંતર્ગત 7 સપ્ટેમ્બરથી તબક્કાવાર મેટ્રો રેલ શરૂ કરવાની પરવાનગી અપાઈ છે. 21 સપ્ટેમ્બરથી સોશિયલ,એકેડેમી, સ્પોર્ટ્સ, એન્ટરટેનમેન્ટ, કલ્ચરલ, ધાર્મિક, રાજકીય કાર્યક્રમોને યોજી શકાશે. જોકે તેમા 100 લોકોને સામેલ થવાની પરવાનગી હશે.
અનલોક-4 સાથે જોડાયેલી મુખ્ય વાતો
કન્ટેનમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉનનું કડકાઈથી પાલન કરાશે.
ઈન્ટર અને ઈન્ટ્રા સ્ટેટ મૂવમેન્ટ પર હવે કોઈ પ્રતિબંધ નહીં હોય. કોઈપણને દેશમાં ગમે ત્યાં જવા માટે અલગ પરવાનગી લેવાની જરૂર નથી.
દરેકે રાષ્ટ્રીયસ્તરે અપાયેલા નિર્દેશોનું પાલન કરવું પડશે. સોશિયલ ડિસ્ટેંસિંગ રાખવું પડશે. દુકાનો પર ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટેંસિંગ રાખવું ફરજીયાત છે. તેના પર ગૃહ મંત્રાલય ખુદ નજર રાખશે.
65 વર્ષથી વધુ ઉંમરના લોકો, 10 વર્ષથી નાની વયના બાળકો, ગર્ભવતી મહિલાઓ, અન્ય ગંભીર બીમારીનો સામનો કરી રહેલા લોકોને જ્યારે જરૂર ન હોય તો બહાર ન નિકળવા સલાહ આપવામાં આવી છે.
રાજ્ય સરકારો હવે કેન્દ્રની મંજૂરી વગર સ્થાનિક સ્તર પર લોકડાઉન નહીં લગાવી શકે. ફક્ત કન્ટેનમેન્ટ ઝોનમાં જ લોકડાઉન લાગી શકશે.
21 સપ્ટેમ્બરથી ઓપન એર થિયેટર ખોલવાની પરવાનગી મળશે. 30 સપ્ટેમ્બર સુધી સ્કૂલ-કોલેજ બંધ રહેશે. આ સમયમાં ઓનલાઈન અને ડિસ્ટેન્સ એજ્યુકેશનને પ્રોત્સાહન અપાશે.
તમામ રાજ્ય સરકાર અને કન્દ્ર શાસિત સરકાર સ્કૂલ અને કોલેજમાં 50 ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ બોલાવી શકશે.
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ (NIESBUD), ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ટરપ્રિન્યોરશિપ (IIE) તથા ટ્રેઈનિંગ પ્રોવાઈડર્સને પણ મંજૂરી આપવામાં આવી.
રિસર્ચ સ્કોલર માટે હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂશન અને પ્રોફેશનલ તથા ટેકનિકલ પ્રોગ્રામના એવા પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટૂડન્ટ (જેને લેબ અથવા એક્સેરિમેન્ટ વર્કની જરૂર છે)ને પ્રદેશ અથવા UTમાં કોરોનાની સ્થિતિનું મૂલ્યાંકન કરતા MHA ની સલાહ બાદ ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન (DHE)થી મંજૂરી મળી શકશે.
Comments
Post a Comment