કોરોના બેકાબૂ ભુજ અને ગાંધીધામના વધુ 2 વયસ્કોએ દમ તોડ્યા: 24 પોઝિટિવ કેસ ઉમેરાયા

  • કેરામાં 2, ભુજ શહેરમાં 7, નાગોર, અબડાસા, મુન્દ્રા, ફરાદી, વરસામેડી, આદિપુરમાં 1-1
  • અંજારમાં 5, ગાંધીધામમાં 4 સપડાયા
  • ભુજ. કચ્છમાં શુક્રવારે કોરોનાથી બે મોત થયા છે, જેમાં ભુજ શહેરના 56 વર્ષીય મહિલા સરલા શ્યામ રાજપુતનું ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં 11 દિવસની સારવાર બાદ અને ગાંધીધામ શહેરના 56 વર્ષીય પુરુષ અનિલ બાલક્રિષ્ના પિલ્લાઈનું પણ ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં 4 દિવસની સારવાર બાદ મોત થયું છે. જે સાથે કુલ મોતનો આંકડો 33 થઈ ગયો છે. બીજી તરફ કોરોના પોઝિટિવના વધુ 24 દર્દીનો ઉમેરો થયો છે, જેમાં ભુજ તાલુકાના કેરામાં 2, ભુજ શહેરમાં 7, ભુજ તાલુકાના નાગોર, અબડાસા, મુન્દ્રા, માંડવી તાલુકાના ફરાદી, અંજાર તાલુકાના વરસામેડી, ગાંધીધામ તાલુકાના આદિપુરમાં 1-1, અંજાર શહેરમાં 5, ગાંધીધામ શહેરમાં 4 વ્યક્તિનો સમાવેશ થયો છે, જેથી અત્યાર સુધી નોંધાયેલા કુલ 684 પોઝિટિવ કેસમાંથી એકટીવ કેસની સંખ્યા 208 ઉપર પહોંચી ગઈ છે.

    અંજાર અને ગાંધીધામ બાદ ભુજ શહેરમાં વણસતી સ્થિતિ
    પ્રાપ્ત વિગતો મુજબ ભુજ તાલુકાના નાગોરમાં 40 વર્ષીય ગીતા અરૂણ સોરઠિયા, કેરાના 33 વર્ષીય સચીન મહેશ કનોજીયા, 29 વર્ષીય શિવાંગી સચીન કનોજીયા, ભુજ શહેરના 26 વર્ષીય મમતા પરેશ કટારમલ, 35 વર્ષીય દિપક પ્રવિણ, 43 વર્ષીય એમ. જે. ચૌધરી, 22 વર્ષીય અજીત સિંઘ, 40 વર્ષીય હરીશંકર કુમાર, 64 વર્ષીય અબુબકર કુંભાર, 50 વર્ષીય આઈશુબાઈ ઉમર કુંભાર, મુન્દ્રાના 46 વર્ષીય શાંતિલાલ નાગજી મહેતા, માંડવી તાલુકાના ફરાદીના 40 વર્ષીય દિલીપ બાબુ તુન્વર, અબડાસાના 39 વર્ષીય ઈન્દુ દેવી, અંજાર તાલુકાના વરસામેડીના 38 વર્ષીય કલ્પના અજય તમાનકર, અંજાર શહેરના 33 વર્ષીય દમયંતી જેનિલ મહેશ્વરી, 30 વર્ષીય નિરવ પ્રવિણ રાણા, 42 વર્ષીય દુર્ગા શુકલા, 65 વર્ષીય જેન્તી કે. ઠક્કર, 34 વર્ષીય તુષાર જે. ઠક્કર, ગાંધીધામ તાલુકાના આદિપુરના 65 વર્ષીય વિમલા સુભાષ પુંજ, ગાંધીધામ શહેરના 38 વર્ષીય મિત્તલ ચંદ્રકાંત શાહ, 25 વર્ષીય વર્ષા હેમંત શેરાવત, 62 વર્ષીય કે. પ્રસાદ રાવ, 56 વર્ષીય પ્રહલાદ સિંઘના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

    વધુ એક કંડલા પોર્ટ કર્મીનું કોરોનાથી મોત
    દીન દયાલ પોર્ટ ટ્રસ્ટના સીવીલ એન્જીયરીંગ વિભાગમાં ઓફિસ સુપ્રીટેન્ડંટ તરીકે ફરજ નિભાવતા સપનાનગરમાં રહેતા 56 વર્ષીય અનિલભાઈ પીલ્લઈનું ભુજમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ડીપીટીના પુર્વ અને વર્તમાનમાં ચાલુ એવા ચાર લોકોનું મોત નિપજતા સ્થાનિકોમાં ભય અને શોકનો માહોલ ફેલાયો હતો.

    વધુ 9 સાથે કુલ 443 દર્દીઓ સાજા થયા
    કચ્છમાં શુક્રવારે નખત્રાણા તાલુકાના 1, અંજાર તાલુકાના 2, ગાંધીધામ તાલુકાના 5 અને રાપર તાલુકાના 1 સાથે વધુ 9 દર્દી સાજા થયા છે. આમ હવે અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓનો આંકડો 443 ઉપર પહોંચી ગયો છે.

    હવે મુન્દ્રામાં ઇલેક્ટ્રોનીક્સ શોરૂમના સંચાલકને કોરોના
    મુન્દ્રામાં શંકાસ્પદ લક્ષણો જણાઈ આવતા સામેથી ટેસ્ટીંગ માટે ગયેલા યુવાનનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો.ત્રણ દિવસ પહેલા તાવ અને શરદી જેવા લક્ષણ જણાઈ આવતા જાગૃત નાગરીક તરીકે શાંતીલાલ ઉર્ફે પપુ નાગજી મહેતાએ સેમપ્લ લેવા સંદર્ભે સામેથી આરોગ્ય ખાતાનો સંપર્ક કર્યો હતો.જેનો રિપોર્ટ આજે પોઝેટીવ આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસથી ઉપરોક્ત બાબતે અજાણતા દર્શાવનાર આરોગ્ય ખાતાના જવાબદાર અધિકારીઓનો ફોન આજે રીપોર્ટ આવ્યા બાદ પણ રણકતો રહ્યો હતો.

    અંજારમાં ફરી કોરોનાના 6 કેસો સામે આવ્યા
    અંજાર વિસ્તારમાં ફરી એક સાથે કોરોનાના 6 કેસો સામે આવ્યા છે. આ અંગે અંજારના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી મુજબ આજે અંજાર શહેરમાં 4 અને તાલુકાના વરસામેડીમાં 2 એમ કુલ 6 કોરોનાના કેસો સામે આવ્યા છે. જેમાં મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા 33 વર્ષીય દમયંતી જેનિલ મહેશ્વરી, યોગેશ્વર નગરમાં રહેતાં 30 વર્ષીય નીરવ પ્રવીણ રાણા અને ભાવેશ્વર નગરમાં રહેતા પિતા પુત્ર 65 વર્ષીય જેન્તીલાલ ઠક્કર અને 34 વર્ષીય તુષાર ઠક્કરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઉપરાંત અંજાર તાલુકાના વરસામેડીમાં રહેતા 38 વર્ષીય કલ્પના અજય તમાનકર તેમજ વેલ્સપન ઇન્ડિયા કોલોનીમાં રહેતા 42 વર્ષીય દુર્ગાભાઈ શુકલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

    રાપરમાં વધુ ત્રણ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર
    તા.19/8 સુધી રાપર ન્યાયકોર્ટની બાજુમાં અમુક ઘર, તા.18/8 સુધી ચામુંડા મંદિર નજીક ઉલેટવાસ, પદમાવત કોમ્પલેક્ષ બિલ્ડિંગના બીજા માળના અમુક ઘરને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

Comments