કચ્છમાં મહામારીનો મહાવિસ્ફોટ, એકસાથે 32 પોઝિટિવ કેસથી ફફડાટ ,
- : ભુજમાં 8, માંડવીમાં 3, મુન્દ્રા, લખપતમાં 1-1, અંજારમાં 5, ગાંધીધામમાં 8, ભચાઉમાં 2, રાપરમાં 4 સપડાયા
કચ્છમાં વૈશ્વિક મહામારી કોરોના વકરી છે અને વિક્રમી પોઝિટિવ કેસના મહાવિસ્ફોટ થઈ રહ્યા છે, જેમાં સોમવારે તાલુકા મુજબ જોઈએ તો ભુજમાં 8, માંડવીમાં 3, મુન્દ્રા, લખપતમાં 1-1, અંજારમાં 5, ગાંધીધામમાં 8, ભચાઉમાં 2, રાપરમાં 4 મળી કુલ 32 વ્યક્તિના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કચ્છમાં જિલ્લા આરોગ્ય વિભાગના ચોપડે અત્યાર સુધી કુલ 763 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 31.06 ટકા એટલે કે 237 એકટિવ કેસ, 4.84 ટકા એટલે કે 37 મોત, 64.08 ટકા એટલે કે 489 સાજા થયા છે. કચ્છમાં 500 એકટીવ કેસને સારવાર આપવાની ક્ષમતા સામે અડધાની નજીક એકટીવ કેસ પહોંચી ગયા છે, જેથી રોજેરોજ પોઝિટિવ કેસનો મોટો આંકડો મહાવિસ્ફોટ સાબિત થઈ રહ્યો છે.
સોમવારે ભુજ તાલુકાના નારાયણપર રાવરીમાં 60 વર્ષીય માવજી દેવજી સેંઘાણી, નાગોરના 34 વર્ષીય નિમિશ મનસુખ દોશી ઉપરાંત ભુજ શહેરમાં જ 21 વર્ષીય પૂજા હિતેશ સંઘવી, 70 વર્ષીય મોહમદહુસેન બાપુ અબ્દુલાહ ખત્રી, 52 વર્ષીય ખીમજી મોખા, 59 વર્ષીય હરીશ ખટાઉ દાવડા, 43 વર્ષીય ચેતન અમૃત શાહ, 75 વર્ષીય કરસન રામજી રાઠોડ, માંડવી તાલુકાના દરશડીમાં 32 વર્ષીય ભાવિક વસંત પટેલ, ગઢશીશામાં 28 વર્ષીય અતુલસિંહ વડા, 64 વર્ષીય ઝવેર મુલજી રંઘાણી, મુન્દ્રાના 32 વર્ષીય પુનિત રામચરણ ગુણવત, લખપત તાલુકાના માતાના મઢમાં 41 વર્ષીય સચીન એકનાથ પવાર, ભચાઉમાં 40 વર્ષીય શૈલેષ પ્રભુ પ્રજાપતિ, 48 વર્ષીય બંદિશ ઈશ્વર ઠક્કરના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એ ઉપરાંત અંજાર તાલુકાના મેઘપર બોરિચીમાં 2, અંજાર શહેરમાં 3, ગાંધીધામ તાલુકાના આદિપુરમાં 4, ગાંધીધામ શહેરમાં 4, રાપરમાં 4 વ્યક્તિના સેમ્પલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
32માંથી 9 દર્દી હોમ આઈસોલેટ
કચ્છમાં એક બાજું કુલ પોઝિટિવ કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. બીજી બાજું સાજા થનારાની સંખ્યા પ્રમાણમાં ઓછી છે, જેથી અગમચેતી રૂપે જિલ્લા આરોગ્ય તંત્રે ચિંતાજનક સ્થિતિમાં ન હોય એવા દર્દીને હોમ આઈસોલેટ કરવાની સુવિધા પણ આપી છે. જે સમયોચિત છે અને ગંભીર સ્થિતિમાં ન હોય એવા સમજુ દર્દીઓએ હોમ આઈસોલેટ રહેવાનું પસંદ પણ કરી દીધું છે. સોમવારે વધુ 32 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 9 દર્દીઓએ આવકારદાયક રીતે હોમ આઈસોલેટ રહેવાનું પસંદ કર્યું છે.
સોમવારે વધુ 13 દર્દી સાજા થયા
જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, કચ્છમાં સોમવારે વધુ 13 દર્દી સાજા થયા હતા, જેમાં ભુજ તાલુકામાંથી 3, અબડાસા તાલુકામાંથી 2, અંજાર તાલુકામાંથી 7, ગાંધીધામ તાલુકામાંથી 1 દર્દીનો સમાવેશ થયો છે.
ગાંધીધામ મુન્દ્રાના પૂર્વ ધારાસભ્યનો રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઈ
મુન્દ્રા-ગાંધીધામ મુન્દ્રાના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીની અબડાસા ચૂંટણી પ્રચાર દરમ્યાન તબીયત લથડતાં તેઓએ તબીબોની સલાહ અનુસાર 7/8ની બપોરે મુન્દ્રા સ્થિત કોવીડ સ્પેશ્યલ એલાયન્સ હોસ્પીટલ મધ્યે દાખલ થઇ કોરોનાનું પરીક્ષણ કરાવ્યું હતું .જેમનો રીપોર્ટ નેગેટીવ આવતા તેમને આજરોજ હર્ષભેર રજા આપવામાં આવતા તેમણે પ્રથમ નવીનાળ સ્થિત પુરુષાદાદાના મંદિરે જઈ શીશ નમાવી આશીર્વાદ લીધા હતા.અને હોસ્પિટલના સ્ટાફ તથા સહયોગી સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

Comments
Post a Comment