સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય / પિતાનું મૃત્યુ થઇ ગયું હોય તો પણ દીકરીઓનો પિતાની સંપત્તિમાં સમાન હક્ક રહેશે
સુપ્રીમ કોર્ટે દીકરીઓના હક્ક અંગે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે હવે પિતાની સંપત્તિમાં દીકરીનો પણ સમાન અધિકાર રહેશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે 2005માં હિન્દુ ઉત્તરાધિકાર (સંશોધન) કાયદો લાગૂ થયા પહેલા પિતાનું મૃત્યુ થઇ ગયું હોય તો પણ દીકરી હિસ્સો મેળવવામાં હકદાર રહેશે.
જસ્ટિસ અરુણ મિશ્રાએ ચૂકાદામાં કહ્યું- દીકરીઓને પણ દીકરાની જેમ સમાન હક મળવો જોઇએ. દીકરી હંમેશા સહ-ભાગીદાર બની રહેશે, પછી ભલે તેના પિતા જીવિત હોય કે ન હોય.
Comments
Post a Comment