ભચાઉ અને વોંધમાંથી રૂા. 2.18 હજારનું શંકાસ્પદ લોખંડ ઝડપાયું
વાગડમાં ધમધમી રહેલા ભંગારના ગેરકાયદેસર વાડાઓ ઉપર સરહદી રેન્જની ટીમે તવાઇ બોલાવી ભચાઉના બટીયા વિસ્તાર અને વોંધમાંથી રૂ.2.18 લાખના આધાર પુરાવા વગરના લોખંડના જથ્થા સાથે બે જણાની અટક કરી વધુ તપાસ માટે ભચાઉ પોલીસને સોંપ્યા હતા.
બે ઇસમોને પકડી લઇ વધુ તપાસ માટે ભચાઉ પોલીસને સોંપાયા
આ બાબતે સરહદી રેન્જ સાયબર ક્રાઇમના પીઆઇ ભાવિન સુથારે જણાવ્યું હતું કે, ટીમ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે ભચાઉના બટીયા વિસ્તારમાંથી રૂ.1,96,000 ની કિંમતના 9,800 કિલોગ્રામ લોખંડનો આધાર પુરાવા વગરનો મળી આવતાં રૂ.2 લાખની કિંમતની જીપ સહિત બટીયા વિસ્તારમાં જ રહેતા યાશીન હુશેન શેખની અટક કરી કુલ રૂ.3,96,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો વોંધ ખાતે પણ બાતમીના આધારે દરોડો પાડી રૂ.22,600 ની કિંમતનો 1130 કિલોગ્રામ લોખંડનો આધારપુરાવા વગરનો જથ્થો મળી આવતાં કૈલાશ માનસિંગ ખારોલને જીપ સહિત કુલ રૂ.1,22,600 ના મુદ્દામાલ સાથે પકડી લઇ બન્ને આરોપીઓને વધુ તપાસ માટે ભચાઉ પોલીસને સોંપ્યા હતા.

Comments
Post a Comment