નિર્ણય:કચ્છમાં હોટલ અને રેસ્ટોરેન્ટ રાત્રે 10 પછી પણ ખુલ્લા રહી શકશે
કચ્છમાં જાહેરનામા મુજબ લંબાવાયેલા લોકડાઉનમાં હોટલ, રેસ્ટોરેન્ટ માટે રાત્રિના 10 વાગ્યા સુધીની સમયાવધિ નક્કી કરાઇ હતી, જે રાજ્ય સરકારે હટાવી લેતાં હવેથી કચ્છમાં રાત્રે 10 વાગ્યા બાદ પણ હોટલ, રેસ્ટોરન્ટ ખુલ્લા રહી શકશે. જિલ્લામાં કન્ટેઇનમેન્ટ ઝોન અને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં આગામી તા.31/8 સુધી લોકડાઉનની મુદત વધારવામાં આવી છે.
આ સિવાયના વિસ્તારોમાં સરકારની માર્ગદર્શક સુચના મુજબ પ્રવૃત્તિ ચાલુ રાખવાની છૂટ અપાઇ છે અને રેસ્ટોરેન્ટ, હોટલ રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે તેવો આદેશ કલેક્ટર દ્વારા જાહેરનામા અન્વયે કરાયો હતો. તા.17/8ના સરકારના ગૃહ વિભાગના ઉપસચિવ પંકજ દવેના જાહેરનામા મુજબ સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ રેસ્ટોરેન્ટ, હોટલ માટેની સમયાવધિ હટાવી લેવાઇ છે. આ અંગે ડિઝાસ્ટર મામલતદાર સી.આર. પ્રજાપતિનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, સરકારના આદેશ મુજબ કચ્છમાં પણ અમલવારી થઇ ગઇ છે પરંતુ તે અંગે વિધિવત સુધારા હુકમ મેજિસ્ટ્રી શાખા દ્વારા બહાર પાડવામાં આવશે.
Comments
Post a Comment