કચ્છમાં ગુરુવારેવધુ 27 લોકોને કોરોના વળગ્યો પદમપરના 25 વર્ષિય યુવક સહિત 4 દર્દીના મોત



કચ્છમાં ગુરુવારે શહેરોમાં 21 અને ગામડાઓમાં 6 સહિત વધુ 27 પોઝિટિવ કેસ તંત્રના ચોપડે ચડ્યા હતા, જેથી અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંકડો 1215 ઉપર પહોંચી ગયો છે. જોકે, ગુરુવારે 22 દર્દી સાજા થઈ ગયા છે, જેથી હવે સારવાર હેઠળ 265 દર્દી હોવાના હેવાલ છે. બીજી તરફ મંગળવારે બપોરે 12.04 વાગે ભુજના સહયોગ નગરના 60 વર્ષીય પ્રફુલ્લ શાંતિલાલ સલાટનું અને બુધવારે સાંજે 4.17 વાગે ભુજના રોટરી નગરના 47 વર્ષીય રેણુકા જગદીશ લાઠીગડાનું ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. જેના નામઠામ તંત્રએ ગુરુવારે જાહેર કર્યા હતા, જેથી અત્યાર સુધી કોરોનાની સારવાર દરમિયાન મોતનો કુલ આંકડો 50 ઉપર પહોંચી ગયો છે.

ગુરુવારે બીજા બે દર્દીના મોત થયા હોવાના બિનસત્તાવાર અહેવાલ સામે આવ્યા છે. દરમિયાન આજે અંજાર શહેરમાં 4, ભુજ શહેરમાં 11 અને ગામડામાં 2, ગાંધીધામ શહેરમાં 6, લખપત તાલુકાના ગામડામાં 1, માંડવી તાલુકાના ગામડામાં 3 મળી કુલ 27 પોઝિટિવ કેસ સરકારી ચોપડે નોંધાયા છે, જેથી હવે 265 દર્દી સારવાર હેઠળ છે. દર્દી બીજી તરફ અંજાર તાલુકામાં 2, ભચાઉ તાલુકામાં 1, ભુજ તાલુકામાં 11, ગાંધીધામ તાલુકામાં 3, માંડવી તાલુકામાં 2, મુન્દ્રા તાલુકામાં 2 અને રાપર તાલુકામાં 1 મળી કુલ 22 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થઈ ગયા છે, જેથી અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 888 થઈ ગઈ છે.

Comments