નિર્ણય:સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા વગર અંતિમ વર્ષના વિદ્યાર્થી પ્રમોટ નહીં થાય, 6 રાજ્યોએ કોર્ટમાં રિવ્યૂ પિટીશન કરી

કોરોના વચ્ચે કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષાઓ યોજવા વિરુદ્ધ કરાયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે શુક્રવારે નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે UGCની 6 જુલાઈની ગાઈડલાઈન્સને યોગ્ય ગણી છે. કોર્ટે કહ્યું કે, રાજ્યોને પરીક્ષાને રદ કરવાનો અધિકાર છે, પણ વિદ્યાર્થીઓ પરીક્ષા વગર પ્રમોટ નહીં થાય. જો કે, હાલની સ્થિતિમાં ડેડલાઈનને આગળ વધારવા અને નવી તારીખો માટે રાજ્ય UGC સાથે વાત કરીને નિર્ણય લઈ શકે છે.

જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમઆર શાહની બેંચે નિર્ણય સંભાળવતા કહ્યું કે, આ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. દેશમાં હાયર એજ્યુકેશનના સ્ટાન્ડર્ડને પણ જાળવી રાખવું જરૂરી છે.

જો કે કોર્ટે રાજ્યોને થોડી રાહત આપતા કહ્યું કે, મહામારીના કારણે તેઓ પરીક્ષાનું આયોજન નથી કરતા તો નવી તારીખ માટે UGC પાસે સલાહ લેવી પડશે. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પરીક્ષાઓની ડેડલાઈન આગળ વધારવા અંગે નિર્ણય લઈ શકે છે, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખતા UGCની ગાઈડલાઈન્સ પ્રમાણે જ ચાલવું પડશે.

UGCને નિયમ બનાવવાનો અધિકાર’
સુનાવણી દરમિયાન સરકારે કોર્ટમાં કહ્યું કે, અંતિમ વર્ષની પરીક્ષા યોજવી જ વિદ્યાર્થીઓના હિતમાં છે. સરકાર તરફથી UGCનો પક્ષ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ રાખ્યો હતો. તેમણે જણાવ્યું કે, પરીક્ષાના કેસમાં નિયમ બનાવવાનો અધિકાર UGC પાસે જ છે.

Comments