કચ્છમાં વધુ 11 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર
ભુજ. કચ્છના ગાંધીધામ, અંજાર, રાપર, ભચાઉ અને નખત્રાણા તાલુકામાં વધુ 11 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. તા.24/8 સુધી ગાંધીધામમાં લીલાશાનગરના વિકાસ એપાર્ટમેન્ટ, ગોપાલપુરી, ગણેશનગર, અંજારમાં વિજયનગર, આદિપુર વોર્ડ-2/બી તથા અન્ય મકાનો, રાપર તાલુકાના ગાગોદરનો નવાવાસ વિસ્તાર, ભચાઉ તાલુકાના નવી મોટી ચીરઇમાં દરબારગઢ-4, તા.25/8 સુધી ભચાઉના ગુણાતીતપુરમાં પટેલવાસ, નખત્રાણા તાલુકાના કોટડા જડોદરમાં રામમંદિર મુખ્ય બજાર રોડ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. આ વિસ્તારમાં સરકારી ફરજ સિવાય લોકોની અવર-જવર પર પાબંદી લગાવાઇ છે. લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડિલિવરી કરાશે.
Comments
Post a Comment