48 કલાક ભારે:108 જળાશયો હાઇ એલર્ટ પર, હજી બે દિવસ ભારે વરસાદની આગાહી, 13 બચાવ ટૂકડી સજ્જ, એસ.ટીની 20 ટ્રીપ રદ, અનેક ગામમાં વીજળી ડુલ, રસ્તાઓ બંધ

  • SDRFની 11 તથા NDRFની 02 ટીમો એમ અન્ય 13 ટીમો રિઝર્વ રાખવામાં આવી
  • બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના
  • પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવ ડો. અનિલ મૂકીમે આજે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં જણાવાયું હતું કે, સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ 94.57 ટકા જેટલો થઈ ગયો છે. 205 જળાશયો પૈકી 108 જળાશયો હાઇ એલર્ટ પર છે. રાજ્યમાં આગામી બે દિવસ અતિભારે વરસાદ થવાની આગાહી છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા 13 બચાવ ટૂકડી સજ્જ છે. નોંધનીય છેકે, ભારે વરસાદના પગલે રાજ્યમાં STની 20 ટ્રીપ રદ કરાઈ છે, અનેક ગામોમાં વીજળી ડૂલ છે અને રસ્તાઓ બંધ છે.
  • 43 ગામમાં વીજ પુરવઠાને અસર
    રાજ્યમાં વરસાદને પરિણામે ચાર જિલ્લાના 43 ગામમાં વીજ પુરવઠાની સ્થિતિને અસર થઈ છે જે સત્વરે પૂર્વવત કરવા જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે. એ જ રીતે રાજ્યના એસટી બસની 6 રૂટ પરની 20 ટ્રીપો બંધ કરવામાં આવી છે. વરસાદની સ્થિતિના પગલે સ્ટેટ હાઇવેના 8 અને પંચાયત હસ્તકના 127 તથા અન્ય 3 મળી કુલ 138 રસ્તાઓ બંધ કરાયા છે.

Comments