કચ્છ. કચ્છના હરામીનાળા પાસે આવેલી ક્રિક બોર્ડર પરથી એક પાકિસ્તાની ઘૂસણખોર માછીમાર ઝડપાયો છે. ફરજ પર રહેલા BSF કર્મીઓએ તેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ BSF અને અન્ય સુરક્ષા એજન્સીઓએ તેની પૂછપરછ હાથ ધરી હતી. તેણે જણાવ્યા મુજબ તેનું નામ અલ્લા બચાઓ (ઉ.વ. 25) છે. તે પાકિસ્તાનના સિંધના ઠઠા જિલ્લાના ઝીરો પોઇન્ટનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત BSFએ 4 પાકિસ્તાની બોટને પણ જપ્ત કરી છે. તેમાં રહેલા પાકિસ્તાની માછીમારો ભાગવામાં સફળ રહ્યાં હતા. બીએસએફએ તમામ બોટની તપાસ કરી હતી. જેમાંથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. હાલ બીએસએફએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
Comments
Post a Comment