ગાંધીધામ. કોરોના પોતાનો પંજો શહેરભરમાં ફેલાવી રહ્યો હોય તેમ સોમવારે બહાર આવેલા પોઝિટિવ કેસમાં ગાંધીધામના તાલુકા વિકાસ અધિકારી સહિત 3 રેપીડ ટેસ્ટમાં, તો નિયમીત પ્રક્રિયામાં 8 નવા કેસ નોંધાયા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર ટીડીઓએ ગત સપ્તાહે સ્વાતંત્રતા પર્વ સહિતની ચર્ચા માટે યોજાયેલી બેઠકોમાં ભાગ લીધો હતો,જેમાં મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત હતા.જેના કારણે ચીંતા પ્રસરી છે. આરોગ્ય વિભાગની ટીમે ગાંધીધામમાં એકજ દિવસમાં 146 રેપીડ ટેસ્ટ કર્યા હતા. જેમાં ત્રણ પોઝિટિવ આવ્યા હતા. આ વ્યવસ્થાથી 20જ મીનીટમાં પરીણામ જાણી શકાય છે. તો પોઝિટિવ આવેલામાં ગાંધીધામથી મુંદ્રા અપડાઉન કરતા મુંદ્રા કસ્ટમ અધિકારી, ઘરે ઘરે પાણીના કેરબા દેવા જતા વ્યક્તિ સહિતનો સમાવેશ થાય છે. જે ચીંતામાં વધારો કરે તેવી સ્થિતી છે.
Comments
Post a Comment