રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષને કોરોના 82 વર્ષના મહંત નૃત્ય ગોપાલ દાસ પોઝિટિવ, 8 દિવસ પહેલાં મોદી સાથે ભૂમિપૂજનમાં સાથે હતા

  • બુધવારે મહંત નૃત્ય ગોપાલ દાસ મથુરામાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મનાવવા પહોંચ્યા હતા
  • મહંત રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ3સ્ટ અને શ્રીકૃષ્ણ જન્મભૂમિ ન્યાસના પણ અધ્યક્ષ છે
  • મથુરા. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ (82 વર્ષના) કોરોના પોઝિટિવ નોંધાયા છે. નૃત્ય ગોપાલદાસ બુધવારે જન્માષ્ટમી મનાવવા મથુરા પહોંચ્યા હતા. ગુરુવારે સવારે તેમની તબિયત અચાનક બગડી હતી. સીએમઓએ સ્વાસ્થય ટીમની સાથે પહોંચીને તેમની તપાસ કરી હતી અને તેમાં તેઓ કોરોના પોઝિટિવ નોંધાયા હતા.
    આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફોન પર મહંત સાથે વાત કરીને તેમના ખબર પૂછ્યા હતા. યોગીએ ડોક્ટર નરેશ ત્રેહન સાથે વાત કરીને તેમને મેદંતા હોસ્પિટલમાં એડ્મિટ કરવા કહ્યું હતું.

Comments