કોરોના બેકાબૂ રક્ષાબંધને 14 દર્દી સાજા થયા, 17 પોઝિટિવ આવ્યા
કચ્છમાં નોંધાયેલા કુલ 583 કેસમાંથી એક્ટિવ કેસ 181 અને 29ના મોત
રામપર વેકરા, રાપર, નલિયામાં 1-1, આદિપુરમાં 2
ગાંધીધામમાં 3, ભુજમાં 4, અંજારમાં 5 કેસ
કચ્છમાં રક્ષાબંધને 14 દર્દી સાજા થયા હતા. પરંતુ, સામે ભુજની લેબ.માંથી 15, અમદાવાદની ખાનગી લેબ.માંથી 1 અને રેપીડ ટેસ્ટથી 1 મળી કુલ 17 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં માંડવી તાલુકાના રામપર વેકરા, રાપર, અબડાસા તાલુકાના નલિયામાં 1-1, ગાંધીધામ તાલુકાના આદિપુરમાં 2, ગાંધીધામ શહેરમાં 3, ભુજ શહેરમાં 4, અંજાર શહેરમાં 5 કેસનો સમાવેશ થયો છે. જે સાથે કચ્છમાં અત્યાર સુધી નોંધાયેલા 583 પોઝિટિવ કેસમાંથી 181 એકટીવ કેસ છે. 373 સાજા થયા છે અને 29ના મોત બોલે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભુજ શહેરની જૂની લોટસ કોલોનીમાં એક પરિવારના 67 વર્ષીય ધીરજ ખીમજી ઠક્કર, 65 વર્ષીય કાંતાબેન ધીરજ ઠક્કર, 37 વર્ષીય હેતલ અલ્પેશ ઠક્કર, 14 વર્ષીય જાનકી અલ્પેશ ઠક્કર, માંડવી તાલુકાના રામપર વેકરામાં 37 વર્ષીય જયેશ ચમન પટેલ, અબડાસા તાલુકાના નલિયામાં 48 વર્ષીય રીટા કોટક, અંજાર શહેરમાં 58 વર્ષીય મનસુખ હિરજી જેતપરિયા, 43 વર્ષીય કાસમશા ભૂરાશા શેખ, 51 વર્ષીય વિમલા દિનેશ સંઘવી, 65 વર્ષીય સાલે મામદ ખત્રી, 40 વર્ષીય જિજ્ઞા ધર્મેશ પલણ, ગાંધીધામ તાલુકાના આદિપુરમાં 68 વર્ષીય શ્રીચંદ દ્વારકાદાસ તલરેજા, 66 વર્ષીય કવિતા શ્રીચંદ તલરેજા, ગાંધીધામ શહેરના 66 વર્ષીય કિશોર ટોપણદાસ શર્મા, 60 વર્ષીય ગોદાવરી કિશોર શર્મા, 60 વર્ષીય દોલત લવજી પવાર, રાપરના 65 વર્ષીય હસમુખ શાંતિલાલ પુંજનો સમાવેશ થયો છે.
અભિનંદન : માતાપિતા સાથે મળી 7 મહિનાની બેબીએ કોરોનાને મ્હાત આપી
ભુજ શહેરમાં પોલીસ લાઈનમાં રહેતા 30 વર્ષીય રાજેશ વેલા વરચંદ અને 27 વર્ષીય ગીતા રાજેશ વરચંદને તેમની 7 મહિનાની બેબી નિવા રાજેશ વરચંદને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. નિવાએ સોમવારે રક્ષાબંધને માતાપિતા સાથે મળી કોરોનાને મ્હાત આપી હતી. જેમને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર સહિતનો સ્ટાફ અભિનંદન અને શુભેચ્છા આપવા પહોંચી ગયો હતો. એવું જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી અને ભુજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. આઈ.સી. પરમારે જણાવ્યું હતું.
કયા ગામમાં કેટલા સાજા થયા
ભુજ શહેરમાં 6, લખપત તાલુકાના દયાપરમાં 1, અંજાર તાલુકાના દબડામાં 1, અંજાર શહેરમાં 2, ગાંધાધામ તાલુકાના આદિપુરમાં 1, ગાંધીધામ શહેરમાં 3 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.
ગાંધીધામ એસપી કચેરીના એલઆઇબી પીઆઇ કોરોના સંક્રમિત થયા
કોરોનાનો ગ્રાફ અંજાર અને ગાંધીધામમાં દિવસે દિવસે વધી રહ્યો છે જેમાં અંજારમાં આજે નવા કોરોના પોઝિટિવ આવેલા 5 કેસ પૈકી એક રત્નદિપ સોસાયટીમાં રહેતા મનસુખલાલ હીરજીભાઇ જેતપરિયાનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેઓ ગાંધીધામ એસપી કચેરીમાં એલઆઇબી શાખાના પીઆઇ તરીકે ફરજ બજાવે છે. કચેરીના સૂત્રો દ્વારા મળેલી માહિતિ મુજબ તેઓ છેલ્લા 6 દિવસથી બીમાર હોવાને કારણે ઓફિસે આવ્યા નથી. એસપી કચેરીમાં 40 થી વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે ઉપરાંત એસપી કચેરીમાં અરજદારોની અવર જવર પણ ઘણી રહેતી હોય છે ત્યારે તંત્ર દ્વારા આખી કચેરી સેનેટાઇઝ કરવા સાથે જે સંપર્ક માં આવેલા કર્મીઓને ક્વોરોન્ટાઇન કરવાની તજવીજ પણ હાથ ધરાઇ છે.
સુવઈના સામાજિક આગેવાન કોરોનાગ્રસ્ત : પૂર્વ ધારાસભ્ય ક્વોરન્ટાઇન
સૂવઈના આગેવાન વાડીલાલ સાવલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં રાપર તાલુકાના રાજકીય આગેવાનોમાં ચિંતાનું મોજું ફળી વળ્યું છેે. વાડીલાલ સાવલા હાલે ખરીદ વેંચાણ સંઘના ચેરમેન છે અને રાપરની પ્રખ્યાત સાવલા હોસ્પિટલના ટ્રસ્ટી પણ છે. રાજકારણમાં સક્રિય કાર્યકર્તાની ભૂમિકા રહી છે. સૂવઈ ગ્રામ પંચાયતના માજી સરપંચ પણ રહી ચૂક્યા છે. રાપર એપીએમસીના ડાયરેક્ટર પણ છે. તેમના સંપર્કમાં આવેલ રાજકીય વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇન્સ થયા હતા તો સૂવાઈ ખાતે તેમના રહેણાંક વિસ્તાર ને કન્ટેટમેન્ટ જોન જાહેર કરીને સીલ કરવાની કામગીરી આરોગ્ય વિભાગે હાથ ધરી હતી. તો તેમના સંપર્કમાં આવેલા પંકજ મહેતા સેલ્ફ ક્વોરન્ટાઇ થઇ ગયાં છે.
Comments
Post a Comment