પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉક્તિને સાર્થક કરી /છ વર્ષની ગુમસુદા થયેલ બાળકીને શોધી કાઢતી ભચાઉ ડિવીઝન પોલીસ તથા એલ.સી.બી. એસ.ઓ.જી. ની ટીમ
લાપતા બનેલી ૬ વર્ષની માસુમ બાળકીનું ભચાઉ પોલીસ, એસઓજી અને એલસીબીએ કરાવ્યું માતા પિતા સાથે મિલન
પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉક્તિને સાર્થક કરી માતા-પિતાની વ્હાલના દરિયા જેવી દિકરીને સહી સલામત પરિવારને સોંપી
હાલે રાજય લેવલે મીસીંગ ડ્રાઇવ અંગેનું આયોજન કરવામાં આવેલ હોય અને બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જીલ્લામાં ગુમ / અપરણ થયેલ બાળકોને શોધી કાઢવા માટે ખાસ સુચના આપવામાં આવેલ હતી . અને તાજેતરમાંજ તા .૧૨ / ૦૮ / ૨૦૨૦ ના રોજ કાંધલવાંઢ તાલુકો - ભચાઉ વાળા જંગલ વિસ્તાર માંથી ફરીયાદી હરીભાઇ કાળાભાઇ કોલીની સગીરવયની દિકરી ક વર્ષ ૪ માસ વાળી નુ કોઇ વ્યક્તિ તેને લલચાવી ફોસલાવી અપરણ કરી લઈ ગયેલ જે અંગીની સામખીયારી પોલીસ સ્ટેશનમા એ ગુ.ર.ન .૦૬૩૭ / ૨૦૨૦ ઇ.પી.કો. કલમ -૩૬૩ મુજબની ફરીયાદ દાખલ કરાવેલ હોય અને જે બનાવ અતી ગંભીર પ્રકારનો હોવાથી આ કામે અપરણ થયેલ બાળકીને કોઇપણ ભોગે શોધી કાઢવા તેઓશ્રી દ્વારા જણાવવામાં આવેલ હતુ જે અનુસંધાને કે જી.ઝાલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભચાઉ વિભાગ ભચાઉનાઓ દ્રારા ડિવીઝનના પોલીસ સ્ટેશન , સામખીયારી , ભચાઉ , રાપર , લાકડીયા તથા એલ.સી.બી. / એસ.ઓ.જી. ના અધિકારીશ્રીઓ તથા પોલીસ કર્મચારીઓની જુદી - જુદી દિશાઓમાં તપાસ કરવા સારૂ અલગ - અલગ છ ટીમો બનાવી તથા આધોઇ , રામવાવ , કંથકોટ , જડસા , કકરવા ના અંદાજે ૪૫ જેટલા પોલીસ મિત્રો ની પણ અલગ- અલગ ટીમો બનાવી સતત ત્રણ દિવસ સુધી દિવસ - રાત મહેનત કરી કાંધેલવાંઢ જંગલ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ ફરતા મળેલ હકિકત આધારે આજરોજ કુડાગામની સીમમાં આવેલ હબસાનાપીર ની દરગાહની આજુબાજુ માંથી શોધી કાઢવામાં આવેલ છે . અને તે બાળકી સહી સલામત અને સ્વસ્થ હાલતમાં મળી આવતા તેની તેના માતા - પિતાની હાજરીમાં અપહરણ સંબધે પૂછપરછ કરતા પોતે સ્વંયમ કાંધેલવાંઢમા પોતાની બેન સાથે પાણી ભરવા ગયેલ અને પાછળ એકલી રહી જતા જંગલમાં રસ્તો ભટકી જતા તે જંગલમાં રોકાઇ ગયેલ હોવાનું જણાવતા આ કામેની વધુ તપાસ અર્થે સગીરવયની બાળકીને સામખીયારી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે .
આ કામગીરીમાં શ્રી કે.જી.ઝાલા ના.પો.અધિશ્રી ભચાઉ વિભાગ ભચાઉ તથા ઇ . પો.ઇન્સશ્રી એમ.એસ.રાણા એલ.સી.બી તથા પો.ઇન્સશ્રી વી.પી.જાડેજા એસ.ઓ. તથા પો.ઇન્સશ્રી એસ.એન.કરંગીયા ભચાઉ પોસ્ટ તથા પો.સ.ઇ.શ્રી એન.વી. રહેવર સામખીયારી પોસ્ટે ઇ . પો.ઇન્સશ્રી કે.એન.સોલંકી લાકડીયા પોસ્ટે તથા પો.સ.ઇ.શ્રી વાય કે . ગોહીલ રાપર પોસ્ટ તથા પો.સ.ઇ.શ્રી વી.જી. લાંબરીયા એસ.ઓ.જી. તથા પો.સ.ઇ.શ્રી એ.કે.મકવાણા ભચાઉ પોસ્ટ તથા સામખીયારી , ભચાઉ , રાપર , લાકડીયા તથા એલ.સી.બી. એસ.ઓ.જી. ના પોલીસ કર્મચારીઓ તથા અલગ અલગ ગામડાઓના પોલીસ મિત્રો સાથે રહેલ હતા .
Comments
Post a Comment