અમદાવાદ સાંસદ કિરીટ સોલંકીના ઘરમાં ડિજિટલ લોકરની પ્લેટના સ્ક્રૂ ખોલી 10 લાખના દાગીનાની ચોરી, બે ઘરઘાટી બહેનો ઝડપાઈ
- સોલંકીના ઘરે થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો, વિશ્વાસુ નોકરાણી બહેનોએ ચોરી કરી હતી
- સાંસદના ઘરના બેડરૂમમાં વોર્ડરોબમાં એક નાના ડિજિટલ લોકરમાં સોના અને ડાયમંડજડિત રૂ. 10 લાખના દાગીના હતા
અમદાવાદ. ભાજપના અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીના ઘરમાંથી ઘરઘાટી મહિલાઓએ ડિજિટલ લોકરમાંથી 10 લાખથી વધુની મત્તાની ચોરી કરી હતી. આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં બે મહિલાઓને ઝડપી લીધી છે. બંને સગી બહેનો છે.
વિશ્વાસુ નોકરાણી બહેનો સાચું ન બોલતા પોલીસ ફરિયાદ કરાઈ હતી
શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા બિલ્ડરના ઘરમાં કામ કરવા આવતી બે સગી બહેનોએ રૂ. 10 લાખના દાગીનાની ચોરી કરી હતી. ડિજિટલ લોકરના પ્લેટના સ્ક્રૂ ખોલી અને દાગીના ચોરી કરી હતી. પરિવારના લોકોને બંને બહેનોને પૂછપરછ કરી હતી પરંતુ સાચી હકીકત ન જણાવતાં રાણીપ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી બંને બહેનોની પૂછપરછ અંગે તપાસ શરૂ કરી છે.બંને બહેનોને ડિજિટલ લોકર ટેક્નિશિયને ખોલ્યું એ ખબર હતી
થોડા સમય પહેલા લોકર બગડતા ટેક્નિશિયન આવ્યો હતો અને તેણે મેન્યુઅલ ચાવીથી ખોલવાની જગ્યાએ સાઈડમાં આવેલા પ્લેટને સ્ક્રૂથી ખોલ્યા હતા. બાદમાં નવા પાસવર્ડ સેટ કર્યા હતા. 5 જુલાઈએ દાગીના લેવા લોકર ખોલ્યું ત્યારે લોકરમાં બંને પ્લેટના સ્ક્રૂ ખુલ્લા હતા અને લોકરમાંથી દાગીના ગાયબ હતા. દાગીના બાબતે ઘરમાં કામ કરતી જયા અને રીટાને જ જાણ હતી. બંને ઘરમાં જ સફાઈ કરતી હતી. તેઓને આ બાબતે પૂછતાં સાચો જવાબ આપતી ન હતી. જેથી આ બાબતે તેઓ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Comments
Post a Comment