કોરોના વાઈરસના કારણે અપાયેલ લોકડાઉનમાં ખાનગી સ્કૂલોના સંચાલકો અને વિદ્યાર્થી-વાલીઓ વચ્ચે સતત ઘર્ષણ ચાલી રહ્યું છે. ત્યારે બીજી તરફ ફી નહી મળવાના બહાના હેઠળ આર્થિક સંકડામણનું કારણ આપી ખાનગી સ્કૂલ સંચાલકો શિક્ષકોનું શોષણ કરી રહ્યાં હોવાની વિગતો ખાનગી સ્કૂલોના શિક્ષકોએ અમદાવાદ કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં સામે આવી હતી. આમ સરકાર સંચાલકોને ખોળે બેઠી, વાલીઓની જેમ શિક્ષકોનું પણ ધણીધોરી નથી.
આજે રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ, ખાનગી સ્કૂલની ફી મુદ્દે સુનાવણી હાથ ધરાઈ છે. જેમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ગુજરાત હાઇકોર્ટે સરકાર અને શાળા સંચાલકોને ટકોર કરી કહ્યું છે કે, વિદ્યાર્થીઓ અને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાનમાં રાખી શાળામાં માત્ર ટ્યૂશન ફી જ લેવી જોઇએ. ટ્યૂશન ફી સિવાયની કોઇ જ ફી શાળા સંચાલકોએ ઉઘરાવવી જોઇએ નહી. શાળા સંચાલકોએ બાળકોના ભવિષ્યની ચિંતા કરવી જોઇએ. હવે ખાનગી શાળાઓ કોઇ અન્ય ફી ઉઘરાવી શક્શે નહી તથા મધ્યમ પરિવારના વાલીઓ માટે સરળ હપ્તાની વ્યવસ્થા કરવા પણ હાઇકોર્ટે સરકાર અને શાળા સંચાલકોને ટકોર કરી છે.
આ મામલે સરકાર અને શાળા સંચાલકો સામસામે આવી ગયા હતા પરંતુ બાદમાં ગુજરાત હાઇકોર્ટે તેમને વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવા સૂચન કર્યું હતું પરંતુ બાદમાં સરકારે ફી નહી લેવાનો શાળા સંચાલકોને કહ્યું હતું ત્યારે શાળા સંચાલકોએ ફી નહી તો ઓનલાઇન શિક્ષણ પણ નહી. તેવું કહી સરકાર સામે બાયો ચઢાવી હતી.
Comments
Post a Comment