સુરત:રાંદેરમાંથી MD ડ્રગ્સ સાથે દંપતી ઝડપાયું, ઘરે જ વેચતા અને કોડવર્ડ રજનીગંધા હતું
- 0.25 મિલીના 800 રૂપિયા અને 0.50 મિલીના 1500-1600 રૂપિયા લેતા હતા
- પોલીસે 9 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ, મોબાઇલ મળી 65 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
એસઓજીએ રાંદેરમાંથી એમ.ડી.ડ્રગ્સ સાથે દંપતીને પકડી પાડ્યું છે. બન્ને એકાદ વર્ષથી ઘરે એમ.ડીનું વેચાણ કરતા હતા. જેમાં 0.25 મિલીની 800 રૂપિયા અને 0.50 મિલીની 1500-1600 રૂપિયા લેતા હતા. એસઓજીના પીએસઆઈ જાડેજા અને ટીમે રાંદેરમાં રાજુનગરમાં રહેતા મોહમદ સલીમ મોહમદ સફી મેમણ અને તેની પત્ની જોહરાબીબી મેમણની 9 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ રૂ.45 હજાર, મોબાઇલ મળી 65 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે. આ ડ્રગ્સનો જથ્થો આલમઝેબે આપ્યો હતો અને તે રાંદેર ભરૂચી ભાગળમાં રહે છે.
છેલ્લા એકાદ વર્ષથી ઘરે એમ.ડીનું વેચાણ કરતા હતા
સ્પેશીયલ ઓપરેશન ગૃપએ રાંદેર વિસ્તારમાંથી એમ.ડી.ડ્રગ્સ સાથે દંપતીને પકડી પાડ્યા છે. બન્ને જણા છેલ્લા એકાદ વર્ષથી ઘરે એમ.ડીનું વેચાણ કરતા હતા. દંપતીએ ગ્રાહકોને શોધવા જવાની પણ જરૂર ન હતી કેમ કે નશાખોરો સામેથી તેના ઘરે આવી કોડવર્ડમાં રજનીગંધા છે કહેતા અને કાયમ આવતા હોય એટલે ઓળખતા હોવાથી પડીકી આપી દેતા હતા. એક એમ.ડી.ડ્રગ્સની 0.25 મિલીના 800 રૂપિયા અને 0.50 મિલીના 1500-1600 રૂપિયા લેતા હતા.રાંદેરના જ યુવકે ડ્રગ્સ આપ્યું હતું
એસઓજીના પીએસઆઈ વી.સી. જાડેજા અને તેમની ટીમે રાંદેર કોઝવે પાસે રાજુનગરમાં રહેતા મોહમદ સલીમ મોહમદ સફી મેમણ અને તેની પત્ની જોહરાબીબી મેમણની 9 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ રૂ.45 હજાર અને મોબાઇલ મળી 65 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે. આ ડ્રગ્સનો જથ્થો આલમઝેબ ઉર્ફે આલમ ગોલ્ડન મોહમદઅયુબ ઉર્ફે મગરૂ શેખ આપ્યો હતો અને તે રાંદેર ભરૂચી ભાગળમાં રહે છે.
Comments
Post a Comment