આક્ષેપ / જૂનાગઢ જિલ્લામાં પાક વિમાના મહાકૌભાંડનો કરાયો આક્ષેપ


  • જેને 61 ટકા મળવો જોઇએ તેને મળ્યો ઝીરો
  • 3 ધારાસભ્યો, કિસાન કોંગ્રેસ આજે કરશે પર્દાફાશ

જૂનાગઢ. જૂનાગઢ જિલ્લામાં પાક વિમામાં મહાકૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે સોમવારે 3 ધારાસભ્યો, કિસાન કોંગ્રેસ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરશે. આ અંગે જૂનાગઢ જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન મનિષભાઇ નંદાણીયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં પાક વિમાનું મહાકૌભાંડ ચાલી રહ્યું છે. જ્યાં 61 ટકા વિમો મળવો જોઇએ તે ખેડૂતોને માત્ર ઝીરો મળ્યો છે. મતલબ પાક વિમામાંથી બાકાત કરી દેવાયા છે.

2018માં ખરીફ પાકમાં 0 ટકા વિમો મળ્યો હોય તેવા ખેડૂતોની આ હૈયા વરાળ છે. દરમિયાન વિમા કંપનીના આ મહાકૌભાંડનો પર્દાફાશ કરવામાં આવશે. સોમવાર 17 ઓગસ્ટના સવારે 11 વાગ્યે સર્કિટ હાઉસ ખાતે આ કૌભાંડને ખુલ્લું કરવામાં આવશે. આ તકે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષી, વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા, માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા, નટુભાઇ પોંકીયા વગેરેની ઉપસ્થિતી રહેશે.


Comments