મુન્દ્રા સ્ટેશન વિસ્તાર માંથી સંપત.જે.મહેતા સરકાર માન્ય સસ્તા અનાજ ની દુકાન ના ગોડાઉન માંથી ગે.કા ઘઉં તથા ચોખા તથા ચણા નો જથ્થો પકડી પાડતી બોર્ડર રેન્જ ભૂજ પોલીસની ટીમ

 
             મે.આઇ.જી.પી.સા.શ્રી. જે.આર. મોથલીયા સાહેબ શ્રી સરહદી રેન્જ ભૂજ નાઓના માર્ગ દર્શન હેઠળ તથા પોલીસ ઇન્સપેકટર શ્રી બી.એસ.સુથાર સાહેબ તથા પો.સબ.ઈન્સ.શ્રી જે. એમ. જાડેજા સાહેબ તથા પો.સબ.ઈન્સ.શ્રી એન.વી.રહેવર સાહેબ નાઓએ આપેલ સુચના મુજબ આજરોજ પોલીસ સ્ટાફના  *એ.એસ.આઈ.નરેન્દ્ર યાદવ, વનરાજસિંહ ઝાલા તથા પો.હેડ કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા તથા બલભદ્રસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા પો .કોન્સ ભાવિન ભાઈ બાબરીયા તથા જનકભાઈ લકુમ તથા સામતા ભાઈ પટેલ તથા ખોડુભા ચુડાસમા* નાઓ મુન્દ્રા શહેર વિસ્તાર મા પેટ્રોલિંગ મા હતા દરમ્યાન હકીકત આધારે શેખવાલી મસ્જિદ ની બાજુમાં ગુંદીફળિયા મા આવેલ સંપત.જે.મેહતા ની સરકાર માન્ય  સસ્તા અનાજ ની દુકાન ના ગોડાઉન મા મજૂરો મારફતે ગે.કા રીતે અનાજ નો જથ્થો કંતાન ના કોથરા માંથી પ્લાસ્ટિક ના કોથરા મા ફેર બદલી કરાવતા વિરાટ સંપત નામનો ઈસમ સસ્તા અનાજ નો જથ્થો જેમાં (1) કંતાન ના કોથરા માથી પ્લાસ્ટિક ના કોથરાં મા ફેર બદલી કરેલ ઘઉં ના બાચકા નંગ-54 જેની કિ.રૂ 54000 તથા (2) ભારતીય ખાદ્ય નિગમ ના કંતાન ના માર્કા વાળી બોરિયો નંગ -50 કિ.રૂ  50000 તથા (3) કંતાન ના  કોથરા મા ભરેલ ચોખા ની બોરીઓ નંગ-88 જેની કી.રૂ 92400 (4) સરકાર માન્ય ચણા ની પ્લાસ્ટિક ની બોરીઓ નંગ-11 કી.રૂ 22000 (5) ફેરબદલ કરેલ ખાલી બારદાન નંગ-160 જેની કી.રૂ 1600 તથા (6)અલગ અલગ ગ્રાહક ના રાસન કાર્ડ નંગ-68 કી.રૂ 00/00 તથા  (7) એક લેનોવા કંપની  નુ લેપટોપ જેની કી.25000/-તથા (8) મંત્રા ડીવાઈસ ફિંગર પ્રિન્ટ નંગ-01 જેની કી.રૂ 1000/- તથા (9) જીઓ કંપની નું વાઇફાઇ ડોંગલ નંગ 01 જેની કી.રૂ 1000/- (10) તથા બારદાન સિલાઈ કરવાનું એક રેઓ કંપની નુ મશીન જેની કી.રૂ 2000/- એમ કુલે રૂપિયા 249000/- નો મુદામાલ મળી આવતા કાયદેસર ની કાર્ય વાહી કરવા સારૂ મુન્દ્રા પોસ્ટે મા તજવીજ કરવા મા આવેલ છે

 આઇ.જી.પી.શ્રીની કચેરી
 સરહદી રેન્જ ભૂજ

Comments