લગ્નપ્રસંગ પર મહત્ત્વનો નિર્ણય:રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે કેન્દ્રની માર્ગદર્શિકા અનુસાર 200 લોકો હાજર રહી શકશે
રાજ્યમાં કોરોનાના કારણે હવે લગ્ન પ્રસંગો કેન્દ્રની ગાઈડલાઈન્સ મુજબ થઈ રહ્યા છે, પરંતુ એમાં અત્યારસુધી 100 લોકોની મર્યાદા નિર્ધારિત કરાઈ હતી. જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને રાજ્યમાં 200 લોકોને લગ્નપ્રસંગમાં હાજરી આપવાની છૂટ આપવામાં આવી છે. જોકે એના માટે કોવિડ-19ની ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.
200 મહેમાન હોય તો સમારોહ-સ્થળની ક્ષમતા 400 મહેમાનની હોવી જોઇએ
હવે તમે પહેલાંની જેમ ધામધૂમથી લગ્ન કરી શકશો. લગ્ન સમારંભોમાં 200થી વધુ મહેમાનોને આમંત્રિત કરી શકાશે. ઇચ્છો તેટલા મહેમાન બોલાવી શકાશે. બસ, તમારે મહેમાનોથી બમણી ક્ષમતાવાળું સમારોહ-સ્થળ શોધવું પડશે, કેમ કે હવે લગ્નમાં કોઇપણ હૉલ કે લગ્નસ્થળની 50 ટકા ક્ષમતા જેટલા મહેમાનો જ બોલાવી શકાશે. કોરોનાના કારણે બંધ રહેલાં સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય આયોજનો પણ આ રીતે શરૂ થઇ શકશે. ધારો કે તમે લગ્નમાં 200 મહેમાનને આમંત્રિત કરી રહ્યા છો, તો સમારોહ સ્થળની ક્ષમતા 400 મહેમાનની હોવી જોઇએ.
રાજ્યમાં હવે લગ્નની સીઝન જામશે
કોરોનાના પગલે લોકડાઉન અને ત્યાર બાદ અનલોકની પ્રક્રિયા અંતર્ગત અગાઉ રોકાયેલા લગ્ન પ્રસંગોમાં હવે ગતિ આવે એવી શક્યતા છે. રાજ્યની રૂપાણી સરકારે લગ્ન પ્રસંગમાં હાજર રહેનારની સંખ્યા બમણી કરી દીધી છે, જે અગાઉ માત્ર 100 હતી. હવે 200 લોકો લગ્નપ્રસંગમાં આવી શકે તેવી છૂટ સરકાર દ્વારા આપવામાં આવી છે. જોકે આ છૂટછાટો આવતીકાલે 3જી નવેમ્બરથી લાગુ થશે. બંધ હોલના કિસ્સામાં આવા પ્રસંગ માટે હોલની કેપેસિટી 50 ટકા સુધી છૂટ અપાશે
Comments
Post a Comment