વધુ એપ બેન કરાઈ:કેન્દ્ર સરકારે વધુ 43 મોબાઈલ એપ બેન કરી, કહ્યું- આ એપથી દેશની સુરક્ષાને ખતરો
કેન્દ્ર સરકારે મંગળવારે 43 મોબાઈલ એપ પર બેન મૂકી દીધો છે. કેન્દ્રએ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 69A મુજબ આ બેન મૂક્યો છે. કેન્દ્રએ જણાવ્યું છે કે આ એપ એવી ગતિવિધીઓમાં વ્યસ્ત છે, જેનાથી દેશની એકતા, અખંડતા અને સુરક્ષાને જોખમ છે.
કેન્દ્રએ 4વાર વિવિધ એપ્સ સામે એક્શન લીધા
- પ્રથમવાર સરકારે 29 જૂનના રોજ આજ કારણ દર્શાવીને 59 ચીનની એપ્સ પર બેન મૂક્યો હતો. આ નિર્ણય ગલવાન અથડામણ પછી લેવાયો હતો.
- ત્યાર પછી 27 જૂલાઈના રોજ પણ 47 એપ પર બેન કર્યો હતો. લદ્દાખમાં તણાવ વધ્યા પછી અને ચીનના સૈનિકોની ઘૂસપેઠની કોશિશ પછી સરકારે આ નિર્ણય લીધો છે.
- 2 સપ્ટેમ્બરના રોજ પબજી સહિત 118 એપ્સ બેન કરી હતી. પબજીને 17.5 કરોડથી વધારે લોકોએ ડાઉનલોડ કરી છે.
- આજે ફરી 43 મોબાઈલ એપને બેન કરી છે. તેની પાછળ સુરક્ષાનું કારણ આગળ ધરાયું છે.
Comments
Post a Comment