કોરોનાનો કહેર:સપ્તાહાંતે 4 શહેરોમાં દિવસે કર્ફ્યૂ લાદવાની હાલ વિચારણા નથી: નીતિન પટેલની ચોખવટ
- લોકડાઉનની અટકળોને રાજ્ય સરકારનો સ્પષ્ટ રદિયો આપ્યો હતો
- રાજ્યમાં પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ સહિત સારવારની તમામ સુવિધા ઉપલબ્ધઃ મુખ્યમંત્રી રૂપાણી
ગુજરાતનાં ચાર મહાનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ છે, જેને યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે, રાજ્યના મહાનગરોમાં વીક એન્ડમાં દિવસે કર્ફ્યૂ લાદવાનો હાલ કોઈ વિચાર નથી. તેમણે કારણ આપતા કહ્યું હતું કે, રાજ્યમાં ગરીબો અને મધ્યમ વર્ગનું પણ વિચારવું પડે. નાના લોકોના ધંધાનું પણ વિચારવાનું હોય છે માટે આવી કોઇ અફવામાં તમારે ના આવવું જોઇએ.
ચારેય શહેરમાં કર્ફ્યૂ લાદવાની વાતને અફવા ગણાવી
રાજ્યમાં કોરોનાની વણસતી સ્થિતિને જોતાં સરકાર અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતમાં શનિ-રવિમાં દિવસનો કર્ફ્યૂ લાદવા વિચારી રહી હોવાની વાતને અફવા ગણાવી હતી. કોરોના સંક્રમણ વધશે તો ચારેય મહાનગરમાં શનિવાર અને રવિવારના દિવસે એટલે કે સપ્તાહના અંતે દિવસનો કર્ફ્યૂ અમલી બનાવાશે તેવી વાતને તેમણે અફવા ગણાવી હતી.
Comments
Post a Comment