નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ:આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ; પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને રોકવામાં નહીં આવે
- સુરત, વડોદરા અને રાજકોટની સ્થિતિ અંગે ચર્ચા થઇ
- રાજ્યમાં મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યું
- મહદઅંશે કોરોના સંક્રમણ રોકવામાં સફળ
સુરત, વડોદરા, રાજકોટની સ્થિતિ અંગે ચર્ચા કરાઈ
નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદની પદ્ધતિ પ્રમાણે જ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આગોતરા પગલા તરીકે સાવચેતીના ભાગરૂપે કોઇ મોટી સંખ્યામાં આ ત્રણેય શહેરોમાં કેસનો વધારો ન થયો હોવા છતાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. ગઇકાલે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1340 હતી. તે આજે 1420 થઇ છે. મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યું છે. મહદઅંશે કોરોના સંક્રમણ રોકવામાં સફળ રહ્યાં છીએ.
1200 બેડની હોસ્પિટલમાં નવા 120 બેડ ઉમેરાશે
1200 બેડની હોસ્પિટલમાં 971 દર્દી દાખલ છે. 1200 બેડની હોસ્પિટલમાં હજુ 60 ICU બેડ ખાલી છે. 1200 બેડની હોસ્પિટલમાં નવા 120 બેડ ઉમેરાશે. સોલામાં હાલ 400 આઇસોલેશન વોર્ડ અને ICUના 50 બેડ છે. સોલા સિવિલમાં કોરોનાના સામાન્ય 270 દર્દી સારવાર હેઠળ છે. ગાંધિનગર સિવિલમાં પણ 230 નોન ક્રિટિકલ દર્દી સારવાર હેઠળ છે.
ગુજરાતમાં લોકડાઉન નહીં
અંબાજી દર્શન માટે પહોંચેલા મુખ્યપ્રધાન રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં લૉકડાઉન લગાવવાનું કોઈ પ્લાનિંગ નથી. આ માત્ર એક અફવા છે. તેમણે અમદાવાદમાં લગાવવામાં આવેલા કર્ફ્યુ અંગે પણ કહ્યું હતું કે કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.
Comments
Post a Comment