:અમદાવાદમાં પહેલી કોવેક્સિન સાંજે 5.30 વાગ્યે અમદાવાદ આવશે, સોલા સિવિલમાં તૈયારીઓ શરૂ
દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વેક્સિનની લોકો રાહ જોઈ રહ્યા છે. અલગ અલગ દેશની વેક્સિન ટ્રાયલ થઈ રહી છે. એવામાં હવે ગુજરાતમાં સૌપ્રથમ વખત કોરોના ટ્રાયલ ટેસ્ટિંગ માટે આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે સાંજે 5.30 વાગે કોરોના વેક્સિન દિલ્હીથી ફ્લાઇટ મારફત અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ત્યાંથી વેક્સિન સોલા સિવિલ જશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સોલા સિવિલ ખાતે 1000 જેટલા વોલન્ટિયરને કોરોનાની વેક્સિન આપવામાં આવશે.
રાજ્યમાં રસીની ટ્રાયલ ફરી શરૂ થશે?
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતાં સ્થગિત કરાયેલું કોરોના રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ હવે આ સપ્તાહના મધ્યભાગ બાદ ગમે ત્યારે શરૂ કરાશે. અગાઉ આ પરીક્ષણ ગયા મંગળવારથી શરૂ થવાનું હતું, પરંતુ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતાં હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થવા માંડ્યો હતો અને તેને લઇને આ પરીક્ષણ હાથ ધરાયું ન હતું, એમ રાજ્ય સરકારનાં સૂત્રો જણાવે છે.
Comments
Post a Comment