Rajkot/હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 દર્દી જીવતા હોમાયા પણ… મેયર મેડમ માટે તો બધું ‘કુદરતી જ કુદરતી’?



હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 દર્દી જીવતા હોમાયા પણ… મેયર મેડમ માટે તો બધું ‘કુદરતી જ કુદરતી’
રાજકોટના (Rajkot) માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં (Uday Shivanand Covid Hospital fire) આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. હોસ્પિટલમાં લાગેલ આગના બનાવ માં અત્યાર સુધીમાં 5 જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા છે. જેમા 33 દર્દીઓ સાવરવાર લઇ રહ્યા હતા. આ વચ્ચે રાજકોટના મેયરનું બેજવાબદારી ભર્યું નિવેદન આવ્યું છે.

મળતી માહિતી અનુસાર મોડી રાતે રાજકોટની કોવિડ હોસ્પિલમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમા 5 દર્દીઓના મોત નીપજ્યા છે. આગ ICUમાં શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. જ્યારે ઘટના બનતા જ અધિકારીઓ દોડી આવ્યા હતા. આ વચ્ચે રાજકોટના મેયરનું બેજવાબદારી ભર્યું નિવેદન સામે આવ્યું છે. રાજકોટના મેયર બિના બેન આચાર્યએ આગ દુર્ઘટનાને કુદરતી ગણાવી છે. આ સિવાય 5 દર્દીઓના મોતની ઘટનાને પણ કુદરતી ગણાવી છે.

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિના બાદ ગુજરાતની પાંચમી હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો છે. ત્યારે આ કોવિડ હોસ્પિટલોમા સતત બની રહેલી આગની ઘટના બાદ પણ સરકારની પેટનું પાણી હલતુ નથી. આ પહેલા અમદાવાદની શ્રેય હોસ્પિટલ. સુરત ટ્રાયસ્ટરા હોસ્પિટલ, જામનગરની જીજી હોસ્પિટલ અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ બની ચૂક્યા છે.

Comments